ગોધરા અપક્ષ ઉમેદવારોનાં ચૂંટણી કાર્યક્રમમાં જાણીતા ગુજરાતી ગાયકો રહ્યા હાજર

0
23
Share
Share

ગોધરા,તા.૨૨

ગોધરા નગર પાલિકાની ભાજપ -કોંગ્રેસની સાથે સાથે અપક્ષોએ પણ મેદાનમાં ઝંપલાવ્યુ છે. અને ગોધરા શહેરમાં પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે શહેરના વિવિધ વોર્ડના મત વિસ્તારોમાં પ્રચારની શરૂઆત થઈ છે. મતદારોને રિઝવવા માટે હવે ઉમેદવારો પણ કલાકારોનો સહારો લઈ રહ્યા છે. પંચમહાલમા સ્થાનિક ચૂટણીને લઈને પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. ગોધરા શહેરમાં વોર્ડ-૪માં અપક્ષ ઉમેદવારોની પેનલના કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.

વોર્ડ-૪માં અપક્ષ પેનલના ઉમેદવાર દીપક હેમનદાસ ખુમાણી, નીપાંગ કુમાર પ્રકાશભાઈ પટેલ,પરેશકુમાર અરવિંદભાઈ દેવડા,રંજનબેન રાજેશભાઈ ચૌહાણ,ઉમેદવાર તરીકે ઉભા છે. આ કાર્યાલયને જાણીતા ગુજરાતી ગાયક કલાકાર ઉમેશ બારોટ( યાદ તારી જીંદગીથી જાતી નથી ફેઈમ) દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

જેમને ઉભેલા ઉમેદવારોને મત આપવાની અપીલ કરી હતી. ગુજરાતી ગાયક કલાકારને નિહાળવા પણ આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. ચુટણીમાં પ્રચારમાં હવે મતદારોને રિઝવવા માટે અપક્ષો પણ મેદાને પડ્યા છે. આ વખતે ગોધરા નગર પાલિકાની ચૂંટણી પણ ભારે રસાકસીવાળી બની રહેવાની સંભાવના છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here