ગોઝારો કોરોનો

0
125
Share
Share

ગોઝારો કોરોનો

એક તરફ બહેનનું કરૂણ આક્રંદ

બીજી તરફ ભાઇનું કરૂણ રૂદન

આજે ભાઇ-ભગીનીનો

હળ્યા-મળ્યાનો ખાસ સમયનો દિવસ

રક્ષાબંધન

આ અરાણ્ય રૂદન કોણ સાંભળે?

સૌ કોરોનાની બજારમાં નતમસ્તકે

કરમાયેલા મુખે આંટા ફેરા કરતા’તા

રડતી એ બેનના ઘરમાં રક્ષાનો તાંતણો હતો

મેં પૂછયું બેન..! શા માટે રડે છે?

શું તારા ભાઇનો પોઝીટીવ રિપોર્ટ?

હા, બાપુ એ જવાની તૈયારીમાં છે

…ને… સમાચાર માઠા!

આક્રંદ એમનું બીજાની

આંખો ભીની કરી

પેલો ભાઇ કહે કે, મારી બહેનાએ

કાલે જ વિદાય લીધી!

બેન ભાઇ વિહોણી થઇ ગઇ

ભાઇ બહેન વિહોણો થઇ ગયો

એક વડીલ સમજુ વેરીયર્સે

આશ્વાસન આપતા સમજ પાડી કે

બેટા આયુષ્ય ટુંકા, ને આટલીજ લેણ-દેણ

નહિતર આમ થોડુ થાય!

બેન, તારી રાખડી

અબાલ નહી જાય

તારા ભાઇનું રૂપ

આ બહેન વિહોણા ભાઇનાં જોઇને

તારા ભાઇનો આત્મા રાજી થાશે

કે જાણે તે એને રાખડી બાંધી!

આમ બેનને ભાઇ મળી ગયો અને

ભાઇને બહેન મળી ગઇ ને

જીંદગી ભરના કોલ આપ્યા.

ચંદ્રકાંતભાઇ બી. રૂપારેલીયા

મો.નં.૯૪૦૮૦ ૯૫૪૨૯

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here