ગોંડલ : સોશ્યલ મિડીયામાં ભડકાઉ પોસ્ટ વાયરલ કરનાર છ સામે ફરિયાદ

0
16
Share
Share

ગોંડલ તા. ર૦

ફેસબુક એકાઉન્ટ પર ઉશ્કેરણી જનક પોસ્ટ વાયરલ કરવા બદલ ગોંડલ સિટી પોલીસના પીએસઆઇ બીપી ઝાલાએ ફરિયાદી બની નીરવ અકબરી રહે. સુરત,ધવલ પાંભર રહે. રાજકોટ, જીતુ મેઘાણી રહે.રાજકોટ,કૃણાલ પટેલ રહે. સુરત,સચિન વેકરીયા રહે. રાજકોટ તેમજ ડી નામના સુરત રહેતાં શખ્સો વિરુદ્ધ આઇપીસી કલમ ૧૫૩ ૧૧૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.ગોંડલ પોલીસે ઉપરોક્ત ફરિયાદ અન્વયે એફઆઇઆરમાં નોંધ કરી હતી કે ગોંડલ યુદ્ધ એ જ કલ્યાણ ગૃપ ના લીડર નિખિલ દોન્ગા વિરુદ્ધ ગુનાહો નોંધાયા બાદ ઉપરોક્ત શખ્સો દ્વારા તોફાન અને હુલ્લડ કરાવવા નાં હેતુ થી સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ વાઇરલ કરવામાં આવી હતી જે ધ્યાને આવતા ગુન્હો નોંધવામાં આવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here