ગોંડલ : બાયોડીઝલમાં મિલાવટ કરતા ૭ પેટ્રોલ પંપમાંથી રૂા.૬૧.૮૭ લાખનો જથ્થો સીઝ

0
15
Share
Share

ગોંડલ, તા.૨૪

ગોંડલના પ્રાંત અધિકારી રાજેલ આલની સુચનાથી જેતપુર-ગોંડલના મામલતદારની ટીમ દ્વારા અંદાજિત ૯૦ હજાર લીટર જેટલો મિલાવટ વાળો પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો સીઝ કરાયો છે. ગોંડલ-જેતપુર હાઈવે પર જુદી જુદી જગ્યાએથી બાયોડીઝલના નામે મિલાવટ વાળા પેટ્રોલિયમ પદાર્થનુ વેચાણ થતુ હોવાનુ વારંવાર ફરિયાદો તથા રજૂઆતો અનુસંધાને વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં દરોડાની કાર્યવાહી કરી હતી. જુદી જુદી ટીમો બનાવી આવા વિક્રેતાઓની તપાસ કરતા સાત વિક્રેતાઓને મિલાવટ વાળો પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો સીઝ કરેલ છે જેમાં પરશુરામ એન્ટરપ્રાઈઝ કાગવડના પાટીયા પાસે જેતપુરનો ૯૯૦૦ લીટર તેમજ પવન બાયોડીઝલ કાગવડના પાટીયા પાસે વછરાજ હોટલ જેતપુર જથ્થો ૪૦૦૦ લીટર તેમજ ગુજરાત ડીઝલ સીગડી રેસ્ટોરન્ટની બાજુમાં જેતપુર જથ્થો ૧૫૯૦૦ તેમજ ગણેશ ટ્રેડિંગ રબારીકા ચોકડી પાસે જીવનબાગ સામે જેતપુર ૩૪૦૦ લીટર રાજ ટ્રેડર્સ માર્કેટીંગ યાર્ડની સામે ગોંડલ જથ્થો ૪૧૪૩૬ લીટર શકિત ટ્રેડિંગ કંપની ગોંડલ ૩૦૦૦ લીટર રાજલ ટ્રેડર્સ ગોંડલ ૧૨૦૦૦ લીટર કુલ જથ્થો ૮૯૬૩૬ લીટર કિંમત ૬૧,૮૭૫૬૪ નો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારી રાજકોટને મોકલવામાં આવેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here