ગોંડલ જેલમાં બેઠા વિદેશી દારૂનું નેટવર્ક ચલાવવાના કૌભાંડનો પર્દાફાસ

0
13
Share
Share

કોટડાસાંગાણી પંથકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા પોલીસની પુછપરછમાં ખુલાસો

કોટડાસાંગાણી, તા.૨૪

ગોંડલ સબજેલમાં રહેલા આરોપીએ જેલમાંથી બેઠા બેઠા વિદેશી દારુનું નેટવર્ક ચલાવતો હોવાનું પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે માણેકવાડા ગામે પાડેલા વિદેશી દારુના દરોડામાં જેલમાં રહેલા આરોપીનું નામ ખુલ્યું છે. આ દરોડામાં માણેકવાડા નો બુટલેગર ફરાર થઈ ગયો હતો પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

કોટડાસાંગાણી પોલીસે માણેકવાડા ગામે રહેતા રવિરાજસિંહ જાડેજા ની વાડીમાં દરોડો પાડયો હતો જ્યાંથી રુ૧.૦૩ લાખની કિંમતનો ૨૭૬ બોટલ દારુ ભરેલી ઝાયલો કાર મળી આવી હતી પોલીસે કાર સહિત ૪.૦૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ દારુ પ્રકરણની તપાસમાં દારુ સપ્લાય નું નેટવર્ક જેલમાં બેઠા બેઠા અજય સિંહ ઉર્ફે ઘનુભા ચંદુભા જાડેજા ચલાવતો હોવાનું ખુલ્યું હતું .માણેકવાડા નો બુટલેગર રવિરાજસિંહ અને ગોંડલ સબજેલમાં રહેલા આરોપી અજયસિંહ મારફતે દારુ મંગાવો તો હતો જેનો પર્દાફાશ થયો છે પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ શરુ કરી છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here