ગોંડલ : ચોરડી નજીક અજાણ્યા વાહન હડફેટે બાઇક ચાલકનું મોત

0
26
Share
Share

ગોંડલ તા. ર૬

ગોંડલથી દસેક કીમી દુર નેશનલ હાઇવે પર હીટ એન્ડ રનની ઘટના બની હતી. અજાણ્યો વાહન ચાલક એક યુવાનને હડફેટે લઇ ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે જાણકારી મળતા ગોંડલ તાલુકા પોલીસ મથકના હીરેનભાઇ ગોસ્વામી અને યોગેશભાઇ ટીલાવત દોડી ગયા હતા.

હાઇવે પેટ્રોલીંગની ટીમને જાણ કરાતા ટીમના મયુરસિંહ જાડેજા, દિવ્યેશભાઇ, હસુભાઇ, ભાણાભાઇ સહીતના પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વાહન હેઠળ ચગદાઇ જતા મૃતદેહની ઓળખ થઇ નહોતી. જોકે તપાસ કરતા મૃતકના ખિસ્સામાંથી એક આધાર કાર્ડ મળી આવ્યુ હતુ. જેના પરથી મૃતકની ઓળખ થઇ શકી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મૃતકનું નામ યોગેશ ચુનીલાલ ચોટલીયા (ઉ.વ. ૪૦) હતુ. તેમના પરીવારને અકસ્માત અંગે જાણ કરાઇ હતી.

ગોંડલ તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ સહીતના સ્ટાફે હોસ્પીટલે પહોંચી મૃતદેહના પોસ્ટમોટર્મ માટે તજવીજ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ માટે હાઇવે પરના સીસીટીવી ફુટેજ કબજે કરવા તજવીજ કરી છે.

ગીરગઢડા : ધોકડીયા ગામ નજીક ટ્રકની ઠોકરે બાઇક ચડતા બે યુવાનોના મોત

ગીરગઢડા તાલુકાના ધોકડવા નજીક જીજે ૧૪ ઝેડ ૫૮૮૫ નંબરનો ટ્રક બેડીયા તરફ જતો હોય અને સામેથી ધોકડવા તરફ બાઇક ચાલક કિરીટસિંહ ભીમસિંહ માંબોજા ઉ.વ.૩૪ તેમજ તેની સાથે રહેલા વિષ્ણુભાઇ કાળીદાસ રાઠોડ ઉ.વ.૨૦ રહે. બન્ને કેસવાન જી. ભરૂચ વાળાને બે ફીકરાઇ અને ગફલતભરી રીતે ટ્રક ચાલકે ચલાવી બાઇકને હડફેટે લેતા બન્ને યુવાનોના ધટના સ્થળ પર ગંભીર ઇજા થવાના કારણે કરૂણ મોત નિપજેલ હતા. આ અકસ્માતની જાણ આજુબાજુ વિસ્તારોમાં થતાં લોકો તાત્કાલીક દોડી આવી બન્ને મૃતક યુવાનોને ગીરગઢડા સરકારી હોસ્પીટલમાં પી એમ માટે ખસેડાયેલ છે.

આ અંગે વધુ મળતી વિગત મુજબ બન્ને યુવાનો ઉના નજીક આવેલા સીએનજી કંપનીમાં કામ કરતા હોય અને બન્ને પોતાના વતન કેસવાન તા.જંબુસર, જી.ભરૂચ ગયેલા હોય અને ત્યાથી ગતરાત્રીના પોતાના કામ માટે ધોકડવા તરફ આવતા રસ્તામાંજ બન્ને બાઇક સવારને કાળ આંબી જતાં મોત નિપજેલ. તેમના પાસેથી મળેલ વિગતો પર પોલીસે તપાસ કરી તેમના પરીવારને ઊના આવવા જાણ કરતા મૃતકનો પરીવાર આવે ત્યાર બાદ તેની અંતિમવીધી માટે અને ફરીયાદ અંગેની કાર્યવાહી હાથ ધરશે તેવો પોલીસ સુત્રએ જણાવેલ હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here