ગોંડલ-તા. ૧૦
હિંદુ ધર્મ ઉદ્ધારક, આર્ષદ્રષ્ટા, જગતગુરુ ૧૦૦૮ પ. પૂ. શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૧ મી જન્મ જ્યંતી શ્રી ગોંડલ -કોટડા રામાનંદી સાધુ સેવા સમાજ દ્વારા તાજેતરમાં ઘામેં ઘૂમે, શ્રી રાંદલ માતાજી મંદિર ગોંડલ ખાતે ઉજવાઇ હતી.
જેમાં શ્રી રામજી મંદિર, ગોંડલના લઘુ મહંત પૂ. જયરામદાસજી, સંતોષી માતાજી મંદિરના મહંત ચંદ્રેશબાપુ, સતાપર સેવા આશ્રમના મહંત ત્રિભોવનદાસબાપુ, રામાયણી મુકેશબાપુ નિમાવત (બિલાડી ), રાંદલ મન્દીરનાં મહંત હિતેશબાપુ નિરંજની, તારકોશી હનુમાનજીના મહંત વિનુબાપુ અગ્રાવત, રામજી મંદિર મોવિયાના મહંત હારુબાપુ, તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી રામાનંદી સાધુ સમાજના ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
આ તકે ગોંડલના પૂ. ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશસિંહ જાડેજા, ગોંડલ માર્કેટ યાર્ડના પ્રમુખ ગોપાલભાઈ સીંગાળા, ઉપ પ્રમુખ કનકસિંહજી જાડેજા, અન્ય સામાજિક આગેવાનો જ્ઞાતિ અગ્રણી સર્વ ડો. ગૌતમભાઈ દેવમુરારી, વિનુભાઈ અગ્રાવત (બિલ્ડર ), પુનિતભાઈ અગ્રાવત, નટવરદાસ કિલજી, નરેન્દ્રભાઈ લશ્કરી, ડો. જીગ્નેશભાઈ અગ્રાવત વિગેરે ઉપસ્થિ રહેલ.
પ્રાસંગીક પ્રવચનમાં ગણેશસિંહજી જાડેજાએ જ. ગુ. રામાનંદાચાર્યજીને યાદ કરી વંદન સાથે જણાવેલ કે આજના પ્રસંગે સાધુ સંતોના દર્શન કરી કરી ધન્યતા અનુભવું છું. તેમજ હાલના વર્તમાન સમયમાં સાધુ સમાજ એક નાનો અને વંચિત સમાજ છે જેથી મારાં લાયક કોઈ પણ કામ હોઈ તો તે કરવા ખાત્રી આપું છું તેમ જણાવેલ.
ત્રિભોવનદાસબાપુએ કહેલ કે આજથી ૭૨૧ વર્ષ પહેલા રામાનંદાચાર્યજીએ હિંદુ ધર્મ, કોઈપણ નાત જાતના ભેદભાવ વગર શ્રી સમ્પ્રદાય સ્થાપેલ અને ગામડે ગામડે સારાયે ભરત વર્ષમાં ભ્રમણ કરીને રામજીમન્દીરો બનાવી રામજીની સ્થાપના કરી ધર્મનો પ્રચાર અને પ્રસાર કરેલ, તેને આપણા સમાજે આજ શુધી ટકાવી રાખી સનાતન ધર્મ સમજાવેલ છે..