ગોંડલમાં યુવાને પત્ની અને સાસરીયાઓના ત્રાસથી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

0
15
Share
Share

ગોંડલ,તા.૧૭

રાજકોટ જિલ્લાના ગોંડલમાં રામજી મંદિર ચોકમાં રહેતા યુવાને પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘટનાસ્થળ પરથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. હાલ તો પોલીસે ૩ આરોપીને સકંજામાં લઈ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ગોંડલ રામજી મંદિર ચોકમાં રહેતા કુલદીપભાઈ વિનોદભાઈ પોરિયાએ ગઈકાલે સાંજે તેના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતા પીએસઆઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્યુસાઇડ નોટ મળતાં પોલીસે તેને કબજે કરી હતી. આ સ્યુસાઇડ નોટમાં યુવાને લખ્યું હતું કે પત્ની અને તેના કુટુંબીજનો રૂબરૂ અને ટેલિફોન દ્વારા ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપતા હોય જેથી કંટાળી જઇ આપઘાત કરૂ છું. સમગ્ર બનાવ અંગે મૃતક કુલદીપના માતા રમાબેન વિનોદભાઈ પોરીયાએ પોતાના પુત્રને આપઘાત માટે મજબૂર કરનાર પત્ની અક્ષીતા, સાસુ સુનિતાબેન વિરેન્દ્રભાઈ ચોટલિયા, સસરા વિરેન્દ્રભાઈ મોહનભાઈ ચોટલિયા (રહેવાસી- રાજકોટ) અને સાળા મોહિત સામે ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જેથી પોલીસે કલમ ૩૦૬, ૧૧૪, મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે કુલદીપને આપઘાત માટે મજબૂર કરનાર પત્ની અક્ષીતા, સાસુ સુનિતા અને સસરા વિરેન્દ્રને સકંજામાં લઇ કોવિડ ટેસ્ટ બાદ ધરપકડની કાર્યવાહી હાથ કરી છે. યુવાન રાજકોટની ખાનગી કંપનીમાં એન્જિનિયરિંગ તરીકે નોકરી કરતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here