ગોંડલમાં બે ડૉક્ટર વચ્ચે ચાલતી હરિફાઈ મારામારી સુધી પહોંચી

0
11
Share
Share

ગોંડલ,તા.૨૩

શહેરના કૈલાશ કોમ્પલેક્ષમાં આવેલી ઓમકાર હૉસ્પિટલના તબીબ અને નર્સિંગ સ્ટાફને બાજુમાં જ આવેલી આશીર્વાદ હોસ્પિટલના સંચાલકે ધમકાવી મારમારી કાચનો દરવાજો તોડી નાંખી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી પ્રમાણે, ગોંડલના ભોજરાજપરામાં રહેતા અને કૈલાસ કોમ્પલેક્ષમાં ઓમકાર હૉસ્પિટલ ચલાવતા તબીબ વિપુલ વેકરીયા અને તેના નર્સિંગ સ્ટાફ સાથે બાજુમાં આવેલી આશીર્વાદ હોસ્પિટલના સંચાલક કશ્યપ કથિરિયા સાથે વિના કારણે ઝઘડો થયો હતો. તેમજ હૉસ્પિટલનો કાચનો દરવાજો તોડી ડૉક્ટર વિપુલ વેકરીયાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ૈંઁઝ્ર કલમ ૪૨૭, ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદમાં ડોક્ટર વિપુલ વેકરીયાએ જણાવ્યું હતું કે, અમારી હૉસ્પિટલ સારી ચાલતી હતી, તે આશીર્વાદ હોસ્પિટલના સંચાલક કશ્યપ કથીરિયાને ગમતું ન હોવાથી ખાર રાખી ઝઘડો કર્યો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here