ગોંડલમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ભારે મઘ્યમ વરસાદની આગાહી બાદ મેઘરાજા આળસનાં મુડમાં

0
14
Share
Share

રાજકોટ, તા.૨૩

સૌરાષ્ટ્ર-કચ્છનાં વિસ્તારમાં આગામી ૭૨ કલાક દરમ્યાન મઘ્યમથી ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવ્યા બાદ મેઘરાજા આળસના મુડમાં જતા રહયા લાગે છે. સૌરાષ્ટ્રમાં ગોંડલ ખાતે પોણા ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે કાલાવડ તાલુકાના ટોડા ગામે સાંજે વિજળી પડતા એક ભેંસનુ મોત નિપજ્યાનુ જાણવા મળેલ છે.

સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે એકંદરે મેઘરાજા આળસના મુડમાં દેખાયા હતા. ગોંડલ ૬૮ મી.મી., કાલાવડ ૧૦, લાલપુર ૧૦, જામજોધપુર ૬, ધ્રોલ ૬, મોરબી ૬, જોડીયા ૫, ખાંભા ૫, ખંભાળીયા ૪, કોટાડા સાંગાણી ૩ અને ધોરાજી ૩ મી.મી. વરસાદ નોંધાયેલ હોવાની વિગતો પ્રાપ્ત થયેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here