ગોંડલમાં એસટી ડેપોના ૧૧૦ કર્મીઓના કોરોના ટેસ્ટ કરાયાઃ ૫ સંક્રમિત

0
14
Share
Share

ગોંડલ,તા.૧૬

કોરોના મહામારીની ગંભીરતા લઈને ગોંડલ જી્‌ ડેપો ખાતે ફરજ બજાવતા કર્મચારીઓનો ફરજિયાત કોરોના ટેસ્ટ ચકાસણીનો કેમ્પ ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે યોજાયો હતો.

જી્‌ બસ ડ્રાઇવર તથા કંડકટરો પ્રવાસીઓ સાથે સંપર્કમાં રહેતા હોવાથી તેમનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે ખૂબ જ મહત્વનું છે. આ કેમ્પનું આયોજન ૩ દિવસ માટે રાખવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ૧૧૦ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાં ૫ કર્મચારી પોઝિટિવ આવતા હેલ્થ ટીમ દ્વારા ક્વોરેન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગોંડલ જી્‌ ડેપો મેનેજર જે. આર. અગ્રવાત દ્વારા જણાવ્યું હતું કે, ગોંડલ આરોગ્ય ધનવંતરી રથ દ્વારા તદ્દન ફ્રીમાં તપાસ કરી આપવામાં આવે છે, જેમાં ધનવંતરી રથના ડૉ. કિંજલ સખીયા તથા મેડિકલ ઓફિસર ડૉ. દિવ્યાબેન પમનાણી દ્વારા તપાસ કરી આપવામાં આવી હતી. જેથી આ રોગની ગંભીરતા તેમજ કુટુંબ પ્રત્યેની જવાબદારી સમજી ફરજિયાતના ધોરણે તપાસ કરે તેવી જી્‌ ડેપો મેનેજર જે. આર. અગ્રવાત દ્વારા અપીલ કરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here