ગોંડલની ભાગોળે ટ્રકની પાછળ પોલીસની જીપ ઘુસી જતા બે ને ઇજા

0
21
Share
Share

ગોંડલ તા. ર૧

રાજકોટ પેરોલ ફર્લો સ્કવોડ માં ડ્રાઇવર તરીકે નોકરી બજાવતા ધર્મેન્દ્ર નરેન્દ્રદેવ પાંડે અને એલસીબી રાજકોટ ગ્રામ્‌યના પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ ભાઈ મકવાણા રાજકોટ થી જુનાગઢ રેન્જ આઇ.જી.પી ની ઓફિસે બોલેરો જીપ જીજે ૦૩ એજે ૦૧૧૨ લઈને જઈ રહ્યા હતા ત્યારે ગોંડલ નેશનલ હાઈવે ઉમવાડા ચોકડી પાસે જીજે ૩૨ટી ૨૦૪૫ ના ચાલકે અચાનક બ્રેક મારતા બોલેરો જીપ પાછળ ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં ઉપરોક્ત બંને પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા તેમને સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયા હતા આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે તપાસ હાથ ધરી હતી અકસ્માતમાં બોલેરો જીપ ને દોઢ લાખનું નુકસાન થવા પામ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here