ગોંડલઃ હથિયારનાં ગુન્હામાં ચાર માસથી ફરાર આરોપી ઝડપાયો

0
16
Share
Share

ગોંડલ, તા.૧૮

રાજકોટ પેરોલ ફર્લોે સ્કોડના જમાદાર ભગીરથસિંહ કિશોરસિંહ જાડેજાને મળેલ ખાનગી હકિકત આધારે છેલ્લા ચાર માસથી ગોંડલ શહેર વિસ્તાર નામચીન ગુનેગાર જે અગાઉ મારામારી, દારૂ જુગાર જેવા અસંખ્ય ગુનો આચરી ચાર માસથી નાશતો ફરતો હોય જે આરોપીઓ હાલ ગોંડલ ખાતે હોવાની બાતમી આધારે તપાસ દરમ્યાન મળી આવતા આરોપીહુસેન ઉર્ફે ભોલીયો દિલાવર મકરાણી (ધંધો મજુરી રહે. ગોંડલ ગુંદાળા દરવાજા પાછળ)ને પકડી કોવિડ ૧૯ ટેસ્ટ કરાવ્યા બાદ ધોરણસર કાર્યવાહી કરવા ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યો હતો. આરોપીને ઝડપવા પીએસઆઈ વી.એમ. કોલાદરા પેરોલ ફર્લોે રાજકોટ ગ્રામ્ય,એ.એસ.આઈ. મહમદરફીકભાઈ હનીફભાઈ ચૌહાણ,જમાદાર પ્રભાતસિંહ કનુજી પરમાર, મહેન્દ્રસિંહ રામસંગજી સોલંકી, ભગીરથસિંહ કિશોરસિંહ જાડેજા તથા રાયધનભાઈ નારણભાઈ ડાંગર સહિતનાઓ જોડાયા હતાં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here