ગોંડલઃ વોટર વર્કસ ચેરમેન દ્વારા કર્મચારીઓને દિવાળીની ભેટ

0
18
Share
Share

ગીરગઢડા,તા.૧૨

ગોંડલ નગરપાલિકાના વોટર વર્કસ શાખાના ચેરમેન અનિલભાઈ માધડ દ્વારા વોટર વર્કસ શાખાની કમાન હાથમાં લીધા બાદ શહેરના પાણી વિતરણ પ્રશ્નને ભૂતકાળ બનાવી દેવામાં આવ્યો છે

આ કાર્યમાં કર્મચારીઓની પણ મુખ્ય ભૂમિકા હોય ચેરમેન અનિલભાઈ માધડ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઇ ૬૧ જેટલા કર્મચારીઓને કપડાં તેમજ મીઠાઇ ની ભેટ આપી દિપાવલીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી જેની સામે તમામ કર્મચારીઓ એ ચેરમેન અનિલભાઈ માધડનું શાલ ઓઢાળી ફુલહાર પહેરાવી બહુમાન કરવામાં આવ્યું હતું. આ તકે અનિલભાઈ માધડે જણાવ્યું હતું કે વોટર વર્કસ શાખાના તમામ કર્મચારીઓ મારા પરિવારજનો છે અને આ દિવાળીના પર્વમાં દરેક કર્મચારી નો પરિવાર હર્ષ ઉલ્લાસથી તહેવાર ઉજવે તેવી આથી આ કાર્ય કરવામાં આવ્યું છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here