ગોંડલઃ રસોઈ બનાવતા દાઝેલી મહિલાનું લાંબી સારવારમાં મોત

0
22
Share
Share

ગોંડલ, તા.૧૧

ગોંડલના દેવચંડી ગામે રસોઈ બનાવતી વેળાએ અકસ્માતે દાઝી જવાથી પરિણીતાનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના દેવચંડી ગામે રહેતી જયોતી જીતેન્દ્ર ભોલિયા (ઉ.વ.૪૦) ે ગત તા. ૨૨ના રોજ અગાસીની છત પર રસોઈ બનાવતી હતી ત્યારે અકસ્માતે પ્રાઈમસની જાળ કપડાને અડી જતાં પરણિતા ગંભીર રીતે દાઝી જતા પરિવારજનોએ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ ચાલુ સારવાર દરમ્યાન પરિણીતાનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. એક સંતાને માતાની છત્રછાયા ગુમાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here