ગોંડલઃ યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

0
9
Share
Share

ગોંડલ, તા.૨૫

ગોંડલ શહેરનાં પંચનાથ પ્લોટમાં મહાદેવ મંદિર સામે રહેતાં કોળી હિતેશભાઇ મુકેશભાઇ મકવાણા (ઉ.વ.૨૮) પોતાના ઘરે સવારનાં સુમારે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. મોતને મીઠુ કરનાર હિતેશભાઇનાં િ૫તા ગુજરી ગયા હોય માતા અને નાની બહેનનાં પરિવાર સાથે રહેતો હતો અને માતા અને બહેનનો આધારસ્થંભ હતો. મરનાર જીમખાનામાં નોકરી કરી પરિવારનું લાલનપાલન કરતો હતો. કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા કર્યાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. બનાવ અંગે સીટી પોલીસનાં પુનિતભાઇ અગ્રવાતે તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here