ગોંડલઃ જુગાર રમતાં સાત શખ્સો ઝડપાયા

0
20
Share
Share

ગોંડલ, તા.૧૮

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક .બલરામ મીણા તથા ગોંડલ .પી.એ.ઝાલા ના ઓ તરફ થી જુગારની ડ્રાઇવ અનુસંધાને જુગારની બદીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે તેમજ પો.ઇન્સ. એસ.એમ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇંન્સ ડી.પી.ઝાલા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફ ના માણસો પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન પો.કોન્સ. જયસુખભાઇ ગરાભંડીયા ને મળેલ ખાનગી બાતમી આધારે ગોંડલ કૈલાશબાગ સોસાયટી મા પરેશભાઇ વલ્લભભાઇ ભાદાણી ના રહેણાક મકાને થી જુગાર નો દરોડો પાડી ગંજીપતાના પાના નંગ-૫૨ કી.રુ.૦૦/૦૦ તથા કુલ રોકડ રુ.૧૭૭૫૦/- નો મુદામાલ કબ્જે કરી જુગારનો ગણના પાત્ર કેશ શોધી કાઢી જુગાર ધારા ૪,૫ મુજબ ની કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પરેશભાઇ વલ્લભભાઇ ભાદાણી જાતે-પટેલ ઉ.વ-૨૮ રહે- કૈલાશબાગ શેરી ન.૦૯ ગોંડલ, રવીભાઇ ગોરઘનભાઇ ગોહેલ જાતે-કોળી ઉ.વ- ૩૨ રહે- ભગવતપરા શેરી ન.૧૨ ગોંડલ, હીરાભાઈ આહીર જાતે-આહીર રહે ગોંડલ, પરશોતમભાઇ લાખાભાઇ મકવાણા જાતે- કોળી ઉ.વ-૫૫ રહે-ભગવતપરા શેરી ન.૩૨ ગોંડલ, રેખાબેન વિઠ્ઠલભાઇ ભુવા જાતે પટેલ રહે કૈલાશબાગ શેરી નં ૯, આરતીબેન વિપુલભાઈ કાછડીયા જાતે પટેલ રહે ભગવતપરા શેરી નં ૮/૩૩ (૭) બેનુંબેન પરેશભાઈ ભાદાણી ઝડપાયા હતા. કામગીરી ગોંડલ.સિટી પીઆઇ એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ. ડી.પી.ઝાલા તથા જયદિપસિંહ ચૌહાણ તથા વિશ્વરાજસિંહ ચુડાસમા અરવીદભાઇ વાળા તથા યુવરાજસિહ ગોહીલ તથા દીવ્યરાજસિંહ જાડેજા તથા રાજનભાઇ સોલંકી તથા જયસુખભાઇ ગારંભડીયા તથા નરેન્દ્રસિંહ જાડેજા સહિતના જોડાયા હતાં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here