ગોંડલઃ કારનાં ચોરખાનામાંથી વિદેશી દારૂ સાથે ચાલક શખ્સ ઝડપાયો

0
35
Share
Share

ગોંડલ, તા.૪

ગોંડલમાં રુરલ ક્રાઇમ બ્રાંચે કારમાં વિદેશી દારુના જથ્થા સાથે પટેલ શખ્સને ઝડપી લીધો હતો. પોલીસની નજરથી બચવા દારુનો જથ્થો છુપાવવા કારમાં સીટ અને વચ્ચેના ભાગે અલગ અલગ ચોરખાના બનાવાયા હતા.જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા સુચના મળતા એલસીબીના પો. ઇન્સ. એમ. એન. રાણા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પ્રો. હેડ કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા, અનીલભાઇ ગુજરાતી તથા મહિપાલસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે વીપુલ  ભીખુભાઇ મોવલીયા પટેલ રહે. ગોંડલ નાગરકા રોડ સાટોડીયા પાર્ક વાળાને પોતાના કબજાની સ્વીફટ ગાડી નં. જી.જે.- ૧૩-સી.સી. પ૬૭૭ માં શીટના નીચેના ભાગે તથા શીટની વચ્ચેના ભાગે અલગ અલગ ખાના બનાવી તેમાં ઇંગ્લીશ દારુની સીગ્નેચર રેર એજેડ વ્હીસ્કી ૭પ૦ એમ.એલ.ની બોટલો નંગ-ર૪ કિં. રુ. ૧૪,૪૦૦/- તથા મેજીક મુમેન્ટ વોડકા ૯૦ એમ.એલ.ની બોટલો નંગ-૭૯ કિં. રુ. ૭૯૦૦/- મળી કુલ ઇંગ્લીશ દારુ, કી. રર,૩૦૦/ -નો દારુ રાખી મળી આવતા કમાર સહિત ૩.ર૩ લાખનો મુદામાલ કબ્જે કરાયા હતા. આ વિદેશી દારુ ભગત રહે-દમણવાળા પાસેથી લાવેલ જણાવતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here