ગોંડલઃશિવરાજગઢના ભાદર ડેમના કાંઠે ૭-ટીટોડી મૃત હાલતમાં મળતાં અરેરાટી

0
26
Share
Share

ગોંડલઃ, તા.૧૧

રાજકોટ જિલ્લાના ગોંડલ તસલુકાના શિવરાજગઢ નિક આવેલ ભાદર ડેમના કાંઠેથી ટીટોડીના મૃતદેહ મળી આવતા વનવિભાગ ની ટીમ એ તપાસ હાથ ધરી છે.ગોંડલના શિવરાજગઢ ગામ પાસે આવેલા ભાદર ડેમના કાંઠે આજે  સાતેક ટીટોડી મૃત હાલતમાં મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે. આથી વન વિભાગની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ છે. આ ટીટોડીના મોત બર્ડ ફ્લૂને કારણે થયા છે કે અન્ય કોઈ કારણોસર તે તપાસના અંતે જ બહાર આવશે.

ઊના-કોડીનાર હાઇવે પર સીલોજ પાસે

અજાણ્યા વાહનની  હડફેટે દીપડીનું મોત

અકસ્માત સર્જી વાહનચાલક ફરાર

ગીર સોમનાથ જિલ્લાના ઊના-કોડીનાર હાઇવે પર આવેલા સીલોજ ગામ નજીક શનિવારે રાત્રે સાડા દસ વાગ્યા આસપાસ એક દીપડી હાઇવે ક્રોસ કરી રહી હતી ત્યારે જ એક વાહને તેને જોરદાર ટક્કર મારી દેતાં દીપડીને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

અકસ્માત સજીર્ને વાહન ચાલક ફરાર થઇ ગયો છે. આ બનાવને પગલે રસ્તા પર વાહન ચાલકો ઊભા રહી જતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. લોકોએ વન વિભાગને જાણ કરતા જશાધાર રેન્જના આરએફઓ જે.જી. પંડ્યા,સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. લોકોના ટોળા એકઠા થયા હોઇ ઊના પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. દીપડીના મૃતદેહને પીએમ માટે જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઇ જવાયો હતો.

અમરેલી જિલ્લાના ધારીમાં શનિવારે રાત્રે ચાલુ કાર આગળ અચાનક જ દીપડાએ પૂરપાટ ઝડપે જોખમી રીતે રોડ ક્રોસ કર્યો,પરંતુ ચાલકે બ્રેક મારતા બચી ગયો હતો ધારીની નતાળીયા નદીના પુલ નજીક શનિવારે મોડી રાતે રસ્તા પર એક કાર પસાર થઇ રહી હતી.

ત્યારે કાર આગળ દીપડો પૂરપાટ ઝડપે પસાર થતા કારચાલકના હોંશ ઉડી ગયા અને બ્રેક મારી દીધી હતી. જો કે આ ઘટનામાં દીપડો સહી સલામત રીતે રસ્તો ક્રોસ કરી ગયો હતો. કારની સ્પીડ ધીમી હોવાને કારણે દીપડો બચી ગયો હતો.

ડોળાસાની સીમમાંથી ૩ સફેદ વિદેશી

પક્ષીઓ ના મૃતદેહ મળી આવ્યા

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા વિસ્તાર માં પાંચ પીપળવા ડેમ આવેલો છે. અહીં શિયાળામાં નાનાવાડા ગામ તરફના કાંઠે અનેક વિદેશી પક્ષીઓ આવે છે. ત્યારે એ નજારો જોવા અનેક પક્ષી પ્રેમીઓ નાનાવાડા આવતા હોય છે. દ

રમ્યાન શનિવારે અહીં  ૩ સફેદ વિદેશી પક્ષીઓ ઉડીને ૪ કિમી દુર ડોળાસાની સીમમાં આવ્યા હતા. અને અચાનક જ આ ૩ વિદેશી પક્ષીઓની તબિયત ખરાબ થઇ હોય કે અન્ય કારણે આ પક્ષીઓએ ડોળાસા ગામના મનુભાઇ કેસરભાઇ ગોહિલની વાડીમાં ઉતર્યા હતા. અને ત્યાંજ તેના મોત થયા હતા. આથી તેના મોત બર્ડ ફ્લુને લીધે થયા હોવાની આશંકા જાગી છે.

સોમનાથમાં શિયાળાા દિવસોમાં ઓસ્ટ્રેલિયન પક્ષીઓનું ત્રિવેણી સંગમ અને આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આગમન થતું હોય છે.હાલ બર્ડ ફ્લુની શક્યતાને જોતાં અહીંના વનવિભાગના કર્મચારીઓએ શનિવારે ત્રિવેણી સંગમ પહોંચી પક્ષીઓને ગાંઠિયા ખવડાવતા લોકોને અટકાવ્યા હતા. તેમજ ગાંઠિયા વેચતા લોકોને- દુકાનદારોને  પણ પક્ષીઓને ખવડાવવા માટે ગાંઠિયા ન વેચવા સુચના આપી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here