ગેરકાયદે વસવાટ કરતા લોકો પર સકંજો કસાયો, ૧૧ બાંગ્લાદેશીઓની ધરપકડ

0
39
Share
Share

અમદાવાદ,તા.૨૫
દેશમાં નાગરિકતા કાયદો અમલી બન્યા બાદ દેશભરમાં ગેરકાયદે વસવાટ કરતા લોકો સામે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી લેવા એસઓજીના ડીસીપી ડૉ. હર્ષદ પટેલ અને એસપી બી.સી.સોલંકી દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ભારતીય પુરાવા વિના અમદાવાદના ઇસનપુર ચંડોળા તળાવ પાસેના વિસ્તારમાં રહેતા ૧૧ બાંગ્લાદેશીઓની એસઓજી ક્રાઈમે ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદમાંથી દર વર્ષે આશરે ૫૦ જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવે છે અને તેમને ડિપોટ કરીને બાંગ્લાદેશ મોકલવામાં આવે છે. આમ છેલ્લા ૫ વર્ષમાં જોઇએ તો અમદાવાદમાંથી આશરે ૨૫૦ જેટલા બાંગ્લાદેશીઓને ડિપોટ કરીને પરત બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા છે.
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ઓઢવ વિસ્તારમાં આવેલ શ્રમજીવીઓની વસાહતમાંથી ૧૧ બાંગ્લાદેશીને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા પકડવામાં આવેલા તમામ લોકો પાસે પાસપોર્ટ પણ ન હતા અને તે લોકો અમદાવાદમાં વાંસના સાવરણા-સાવરણી બનાવીને તેમજ છૂટક મજૂરી કામ કરીને વસવાટ કરતા હતા. આ તમામ લોકોને તાત્કાલિક અસરથી ધરપકડ કરીને તેમને બાંગ્લાદેશ ડિપોટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here