ગૃહમંત્રી શાહના એકાઉન્ટ પરથી પ્રોફાઈલ ફોટો હટાવી ટિ્‌વટરે સર્જયો વિવાદ, ભૂલ સ્વીકારી

0
19
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૩

સોશ્યલ મીડિયા સાઈટ ટિ્‌વટર ફરી એક વખત ભારતમાં વિવાદોમાં ઘેરાઈ છે.ટિ્‌વટરે કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહનુ એકાઉન્ટ ગઈકાલે રાતે લોક કરી નાંખ્યુ હતુ.

આ મુદ્દો ટિ્‌વટર પર ચર્ચાનો વિષય બન્યો હતો.જોકે ગણતરીના કલાકોમાં ટિ્‌વટરે ફરી એકાઉન્ટ ચાલુ કરી દીધુ હતુ.ટિ્‌વટરનુ કહેવુ છે કે, એક ભૂલના કારણે તથા ગ્લોબલ પોલિસી હેઠળ અમે આ એકાઉન્ટ થોડા સમય માટે બંધ કરી દીધુ હતુ, જોકે આ નિર્ણય તરત પાછો ખેંચવામાં આવ્યો હતો અને હવે એકાઉન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત છે.

ટિ્‌વટરે અમિત શાહના એકાઉન્ટ પરથી તેમનો પ્રોફાઈલ ફોટો હટાવી દીધો હતો અને તેની પાછળ કોપીરાઈટનો ભંગ થતો હોવાનુ કારણ આપ્યુ હતુ.જોકે ટિ્‌વટરે કોપીરાઈટનો ભંગ થતો હોવાની ફરિયાદ કોણે કરી હતી તેની કોઈ સ્પષ્ટતા કરી નહોતી.જોકે ટિ્‌વટર પર જ ટિ્‌વટરની યુઝર્સ દ્વારા ભારે ટીકા થવા માંડી હતી.એ પછી ટિ્‌વટરે પોતાની ભૂલ સુધારી હતી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ટિ્‌વટરે લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશને નકશામાં ચીનનો હિસ્સો બતાવ્યો તો.જેના પર ટિ્‌વટરને ભારત સરકારે નોટિસ પણ ફટકારી છે. સરકારે ટિ્‌વટરને પૂછ્યુ છે કે, ખોટી રીતે નકશો બતાવવા બદલ ટિ્‌વટર તથા તેના પ્રતિનિધિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં કેમ ના આવે તે અંગે ટિ્‌વટર ખુલાસો કરે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here