ગૃહપ્રધાન અમિત શાહ ૧૭ ઑક્ટોબરથી બે દિવસના ગુજરાત પ્રવાસે

0
19
Share
Share

ગાંધીનગર,તા.૧૨

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાત મહિના પછી પોતાના વતન ગુજરાત આવશે. તેઓ નવરાત્રિના પ્રથમ દિવસે ૧૭મી ઓક્ટોબરના રોજ અમદાવાદ આવશે. આ દિવસે આવીને તેઓ બીજા દિવસે પોતાના વતન માણસા જશે. માણસામાં બહુચર માતાના તે આશીર્વાદ લેશે.

અમિતશાહને કોરોના થયો હોવાના લીધે તેમણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો એવો સમય હોસ્પિટલમાં વીતાવવો પડ્યો હતો. તેના પછી સંસદીય કાર્યવાહી શરૂ થતા સંસદના ચોમાસા સત્રમાં પણ તેમણે હાજરી આપી હતી. અમિત શાહ ગમે તેવી વ્યસ્તતા વચ્ચે નવરાત્રિમાં આવવાનું ભૂલતા નથી.

અમિત શાહનો આ પ્રવાસ રાજ્યમાં આઠ સીટ પર યોજાનારી પેટા ચૂંટણીને લઈ પણ સૂચક માનવામાં આવી રહ્યો છે. બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણી જીતવા અંગે તેઓ કાર્યકરો, નેતાઓને માર્ગદર્શન આપી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here