‘ગુલામ’માં જોવા મળેલ જાવેદ હૈદર લોકડાઉનને કારણે શાકભાજી વેચવા મજબૂર

0
22
Share
Share

મુંબઈ,તા.૨૯

૮૦ તથા ૯૦ના દાયકામાં ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર એક્ટર જાવેદ હૈદર માટે લૉકડાઉન બહુ જ ખરાબ સમય લઈને આવ્યું છે. કામ ના મળવાને કારણે જાવેદ શાકભાજી વેચવા મજબૂર બન્યો છે. ડોલી બિન્દ્રાએ જ્યારે સોશિયલ મીડિયામાં જાવેદનો શાકભાજી વેચતો વીડિયો શૅર કર્યો હતો અને ત્યારે જાવેદની પરિસ્થિતિની જાણ થઈ હતી. ટિકટોક પર બનાવવામાં આવેલા આ વીડિયોમાં જાવેદ ‘દુનિયા મૈં રહના હૈં તો કામ કર પ્યારે…’ ગીત પર લિપસિંક કરતો જોવા મળ્યો હતો અને શાકભાજી વેચતો હતો.

લૉકડાઉનમાં ખરાબ પરિસ્થિતિનો સામનો કરનાર જાવેદ એકમાત્ર એક્ટર નથી. આ પહેલાં રાજેશ કરીરે પણ એક ઈમોશનલ વીડિયો શૅર કરીને મદદની અપીલ કરી હતી. વીડિયો વાઈરલ થયા બાદ રાજેશને આર્થિક મદદ મળી હતી. જાવેદ હૈદર પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ૧૯ માર્ચથી બોલિવૂડ તથા ટીવીના શૂટિંગ બંધ હતાં.

ધીમે ધીમે ટીવી સિરિયલના શૂટિંગ શરૂ થઈ રહ્યાં છે. જાવેદે બાળ કલાકાર તરીકે ફિલ્મ ‘બાપ નંબરી બેટા દસ નંબરી’માં કાદર ખાનના દીકરાનો રોલ કર્યો હતો. આ ઉપરાંત આમિર ખાનની ફિલ્મ ‘ગુલામ’ તથા ‘બાબર’માં પણ જોવા મળ્યો હતો. ટીવી શો ‘જીની ઔર જૂ જૂ’, ‘લાઈફ કી ઐસી કી તૈસી’માં પણ કામ કર્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here