ગુરુ વંદના

0
93
Share
Share

ગુરુ વંદના

તું નોધારાં નો આધાર.

અસાઘ્યની સારવાર.

તને વંદીએ વારંવાર

ગુરુ તણો ૦મહિમા અપરંપાર.

ગુરુ તે તો કાચને કંચન કીધાં,

આંસુ અમારાં પીધાં.

આશરો તારો હરિદ્વાર.

ગુરુ તણો મહિમા અપરંપાર.

હું તો ભટકત દુનિયાનાં છેડે,

પાયરીમાં બેસત સાવ છેલ્લે.

ફૂળ અજવાળ્યા તે ભરથાર.

ગુરુ તણો મહિમા અપરંપાર.

હળવે હાથે ખૂંદયા અભિયાન.

સેવા, સ્મરણ એ જ તારું વરદાન.

હાથ ઝાલી પાર તરાવ્યો સંસાર.

ગુરુ તણો મહિમા અપરંપાર.

સત્ય, પ્રેમના ધર્મને મળાવી.

સીધી લીટી તે કર્મની કરાવી,

કરુણા ઘોડે કરાવ્યો અસવાર.

ગુરુ તણો મહિમા અપરંપાર.

બાકી રહેલાં શ્વાસે રહેજે.

ભવસાગરનાં વિશ્વાસે વહેજે.

જિંદગી જેમ મોત સુધારજે કિરતાર.

ગુરુ તણો મહિમા અપરંપાર.

અપરાધ કોટિ મારાં માફી આપજે.

બંધન કર્મના, આ ભવે તો કાપજે.

જેવું તેવું તો ય હું તારું જ બાળ.

ગુરુ તણો મહિમા અપરંપાર.

મિતલ ખેતાણી (રાજકોટ)

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here