ગુડ્ડન તુમસે ના હો પાયેગા’ એક્ટ્રેસ રશ્મિ ગુપ્તા સાથે પ્રેમમાં વિશ્વાસઘાત થયો

0
26
Share
Share

મુંબઈ,તા.૧

ટીવી શો ’ગુડ્ડન તુમસે ના હો પાયેગા’ એક્ટ્રેસ રશ્મિ ગુપ્તા હાલ સરસ્વતી જિંદલનો રોલ નિભાવી રહી છે. એક્ટ્રેસ તેના અગાઉના શો ’યે વાદા રહા’ના કો-સ્ટાર સાથે રિલેશનશિપમાં હતી પણ આ રિલેશનમાં તેની સાથે વિશ્વાસઘાત થયો છે. હવે બ્રેકઅપના એક વર્ષ બાદ એક્ટ્રેસે ખુલીને પોતાની સાથે થયેલા વિશ્વાસઘાત અને બ્રેકઅપનું કારણ જણાવ્યું.

હાલમાં જ રશ્મિ ગુપ્તાએ તેના એક્સ વિશે વાત કરતા સ્પોટબોયને કહ્યું, ’જ્યારે હું યે વાદા રહા શો કરી રહી હતી ત્યારે મુંબઈમાં નવી હતી. તે સમયે તે છોકરો મારી સાથે રિલેશનમાં આવવા માટે મારી પાછળ પડી ગયો હતો. શોના ટ્રેકને કારણે અમે ઘણા સીન સાથે કર્યા હતા. ધીરે ધીરે તેનો આત્મવિશ્વાસ વધ્યો અને તે મને એક્સપ્રેસ કરવા લાગ્યો. તે મને કહેતો કે આપણે બંને ઉત્તર પ્રદેશથી છીએ અને આપણા ઘરવાળાને પણ કોઈ વાંધો નહીં પડે.

આગળ એક્ટ્રેસે જણાવ્યું કે, ’મને ખબર પડી કે તે પહેલેથી કોઈ સાથે રિલેશનમાં છે ત્યારબાદ મેં તેની સાથે સીધી વાત કરી. આ બાબતે તેણે કહ્યું, હું તેની સાથે રહેવા નથી ઈચ્છતો, છેલ્લા ૭ વર્ષથી પ્રયત્ન કરી રહ્યો છું અને છેલ્લા ૬ મહિનાથી અમારી વાત પણ નથી થઇ જેનાથી અમે બ્રેકઅપ કરી લીધું. એક દિવસ તેનો પરિવાર અમારા સેટ પર આવ્યો અને તેણે મારી તેમની સાથે મુલાકાત કરાવી. તેના પરિવારે પણ મને એ જ બધું કહ્યું તો હું માની ગઈ કે હા તેને મારા માટે સાચી લાગણી છે જેથી અમારા રિલેશન શરૂ થયા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here