રાજકોટ, તા.૧૩
રાજકોટ શહેરના ભીસ્તીવાડ વિસ્તારની ખિયાણી ગેંગ સામે ગુજસીટોકના ગુનામાં જેલ હવાલે રહેલા અને સીંધી કોલોનીના મકાન પચાવી પાડવામાં નવા લેન્ડ ગ્રેબીંગના નોંધાયેલા ગુનામાં રીયાઝ દલનો પ્ર.નગર પોલીસે જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવી પોલીસે વધુ તપાસ માટે ૭ દિવસના રીમાન્ડ મેળવ્યા છે.
વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જાનમાલનુ રક્ષણ માટે અને સમાજમાં ભય ફેલાવી સંગઠીત ગેંગ સામે સુધારેલા કાયદા અન્વયે રાજકોટ પોલીસે ભીસ્તીવાડની ખિયાણી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી રીયાઝ ઈસ્માઈલ દલ સહિત શખ્સો સામે કાર્યવાહી કરી હતી.
સીંધી કોલીનીનુ મકાન પચાવી પાડવા અને ખોટા ભાડા કરારો બનાવી અને સિવિલ કોર્ટમાં દાવાઓ દાખલ કરી મીલ્કતને વિવાદીત કરવાના મામલે પ્ર.નગર પોલીસમાં સુધારેલા કાયદા અન્વયે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ રીયાઝ ઈસ્માઈલ દલ અને અબ્બા મહમદ જાબરી સામે પ્ર.નગર પોલીસમાં ગુનો નોંધી અબ્બા મહમદની ધરપકડ કરી હતી. જ્યારે રીયાઝ દલની ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી કબ્જો મેળવી વધુ તપાસ માટે સ્પેશ્યલ કોર્ટમાં રજુ કરતા જેમાં જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ તર્કબઘ્ધ કરેલી દલીલો તેમજ તપાસનીશ દ્વારા રજુ કરાયેલા સોગંદનામાના આધારે મુખ્ય જજ દ્વારા રીયાઝ દલને ૭ દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે. આ બનાવની વધુ તપાસ પશ્ચિમ વિભાગના એસ.પી. પી.કે.દીયોરા સહિતના સ્ટાફ ચલાવી રહયા છે.