ગુજરાત હાઇકોર્ટના જજના અંગત સચિવને પાડોશીએ લાફા મારીને આપી ધમકી

0
16
Share
Share

અમદાવાદ,તા.૦૨

ગુજરાત હાઇકોર્ટના અંગત સચિવ જયંતી વાઘેલાને પાડોશી અશોક દેસાઈએ પાણી ઢોળવા જેવી બાબતે ગાળાગાળી કરી કોલર પકડી લાફા મારી દીધાં હતાં. તેમજ આરોપી અશોક દેસાઈએ ધમકી આપી કે, હવે પાણી નાંખીશ તો ઉપરથી નીચે ફેંકી દઈશ. આ મામલે તેઓએ પાડોશી સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. સોલા વિસ્તારમાં નેહા એપાર્ટમેન્ટમાં જયંતીલાલ વાઘેલા પરિવાર સાથે રહે છે. જયંતીલાલ હાઇકોર્ટના જજના અંગત સચિવ તરીકે ફરજ બજાવે છે.

જયંતીલાલ તેમના ઘરે એકલા હતા ત્યારે કબૂતરે બાલ્કનીમાં ગંદકી કરી હોવાથી પાણી વડે તેઓએ સાફ કર્યું હતું. પાણી નીચે ઢોળાતાં તેમની નીચે રહેતા અશોક દેસાઈએ પાણી કેમ નાંખે છે કહી ગાળ આપી મારી જાળીને કાટ લાગે છે તેમ કહ્યું હતું. ગાળો બોલતા જયંતીલાલે કહ્યું હતું કે વરસાદ પડતા કાટ નથી લાગતો ? બાલ્કની ગંદી થાય તો સાફ કરવી પડે જેથી અશોક ઉશ્કેરાઈ ગયો હતો અને હવે પાણી નાંખીશ તો તને ઉપરથી નીચે ફેંકી દઈશ તેવી ધમકી આપી હતી.

ગાળાગાળી અને ધમકી આપી અશોક જયંતીલાલના ઘરે પહોંચ્યો હતો અને કોલર પકડી ગાળો બોલી બે લાફા મારી દીધા હતા. બહુ ગાળાગાળી કરી મારતા જયંતીલાલે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. જેથી અશોક ત્યાંથી જતો રહ્યો હતો. સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here