ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીઃ ૮ બેઠક પર ૭૧ ઉમેદવારોએ ફોર્મ ભર્યું

0
11
Share
Share

ગાંધીનગર,તા.૧૭

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે, અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ અને ડાંગ વિધાનસભા વિસ્તારમાં પેટા ચૂંટણી યોજાશે. આ બેઠકો પર ૩ નવેમ્બરે મતદાન થશે. જો ઉમેદવારની વાત કરવામાં આવે તો ૮ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ ૭૧ ઉમેદવારોએ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે, જેમાં સૌથી વધુ લીંબડી બેઠક પર ૨૦ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જ્યારે સૌથી ઓછી ઉમેદવારી ડાંગ બેઠક પર જોવા મળી રહી છે. ડાંગ બેઠક પર ફક્ત ૪ જ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જોકે હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે ફોર્મ પરત ખેંચવા સમયે કેટલાક ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી છે તે પણ જોવું રહ્યું…

કયા વિધાનસભા વિસ્તારમાં કેટલા ફોર્મ ભરાયા

અબડાસા વિધાનસભા બેઠક – ૧૪

ઉમેદવારલીંબડી વિધાનસભા બેઠક – ૨૦

ઉમેદવારમોરબી વિધાનસભા બેઠક – ૧૦

ઉમેદવારધારી વિધાનસભા બેઠક – ૫

ઉમેદવારગઢડા વિધાનસભા બેઠક – ૫

ઉમેદવારકરજણ વિધાનસભા બેઠક – ૧૩

ઉમેદવારડાંગ વિધાનસભા બેઠક – ૪ ઉમેદવાર

ઉલ્લેખનીય છે કે, ૭૧ જેટલા ઉમેદવારોમાં સૌથી વધુ અપક્ષ તરીકે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે મતદાન સમયે કેટલા અપક્ષ ચૂંટણીમાં હશે તે તો સમય જ બતાવશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here