ગુજરાત વિધાનસભામાં પહેલીવાર કોઈ મંત્રીના મુલાકાતીને પ્રવેશ નહિ

0
16
Share
Share

સત્રમાં ધારાસભ્યોની બેઠક બદલાઈઃ ૯૩ ધારાસભ્યો નીચેના ગૃહમાં બેસશે

ગાંધીનગર,તા.૧૫

ગાંધીનગરમા હવે થોડા દિવસોમાં ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે પહેલી વાર કોઈ પણ મંત્રીના મુલાકાતીને પ્રવેશ નહિ અપાય. આ વિશે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ૨૧ થી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન ચોમાસુ સત્ર મળી રહ્યું છે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે, વિશિષ્ટ સંજોગો છે. ત્યારે આ વખતે વિધાનસભામાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૭૧ ધારાસભ્ય છે. જેમાથી ૯૨ ધારાસભ્ય નીચે હશે. તો ૭૯ ધારાસભ્યોને ગેલેરીમાં સ્થાન અપાશે. તેઓએ વધુમાં કહ્યું કે, કોવિડ મહામારીમાં આ સત્ર થઈ રહ્યું છે ત્યારે કાળજી રાખવી જરૂરી છે. આ વખતે કોઈ પણ લોકો વિધાનસભા જોવા નહિ આવી શકે. એવા સંજોગોમાં મુલાકાતીઓને સ્પીકર ગેલેરી મનાઈ ફરમાવાઈ છે.

સત્ર પહેલા તમામ ધારાસભ્યના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. ધારાસભ્યો પક્ષની બેઠકમાં હાજર ન રહે તો પ્રથમ દિવસે ૧ કલાક પહેલાં આવી ટેસ્ટ કરવી શકશે. તો સાથે જ ધારાસભ્યો તેમના વિસ્તારમાં કોવિડનો ટેસ્ટ કરવી સર્ટિફિકેટ લઈને આવી શકશે. આ ઉપરાંત વિધાનસભામાં ધારાસભ્યના સામૂહિક ટેસ્ટ બાબતે પણ તૈયારી કરી છે. અધિકારી દીર્ઘામાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. બેઠક વ્યવસ્થા માટે ધારાસભ્ય વહેલા આવી જોઈ શકશે. એટલુ જ નહિ, ધારાસભ્યોના ડ્રાઈવર કે અન્ય કોઈ અંગત વ્યક્તિને પણ અંદર પ્રવેશ નહિ અપાય. ૨ અલગ અલગ દ્વારમા પ્રવેશ થઈ શકશે. અધિકારીઓ ધારાસભ્ય અને પત્રકારોને જ પ્રવેશ મળશે. વિધાનસભામાં અંદર ૨૫ પત્રકારો બેસી શકશે. પત્રકારો માટે અલગ વ્યવસ્થા કરી છે, જેની જવાબદારી માહિતી વિભાગને સોંપાઈ છે.

આ વર્ષે શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પણ  આપવામાં આવનાર છે. ત્યારે આ શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ માટે એક બેઠક થશે. ૨ ધારાસભ્યોને ગુજરાતમાં પ્રથમવાર એવોર્ડ અપાશે. તેઓને ૧૧૦૦ ગ્રામ ચાંદીની પ્લેટ અપાશે. સત્રના અંતિમ દિવસે વિધાનસભામાં અંદર જ એવોર્ડ અપાશે. સત્ર શરૂ થતાં પહેલાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક ૧૮ સપ્ટેમ્બરના રોજ મળશે. મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી વિપક્ષના નેતા સહિતના સભ્યો તેમાં હાજર રહેશે. સામાન્ય કાળમાં જ તમામ  અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. સમયના અભાવે પ્રશ્નોત્તરી કાળ રાખવામાં આવ્યો નથી. ૫ દિવસ માટે એક જ વાર કોરોના ટેસ્ટ માન્ય રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here