ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનાં ૧૫૬૦ કેસ આવ્યા

0
20
Share
Share

છેલ્લા ત્રણ-ચાર દિવસથી અમદાવાદ શહેરમાં દરરોજ ૧૦ કરતા વધુ લોકોના મૃત્યુ : રિકવરી રેટ ૯૦.૯૩ ટકા

ગાંધીનગર, તા. ૨૬

ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી સતત ૧૫૦૦ કરતા વધુ કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૬૦ નવા કેસ નોંધાયા છે. તો રાજ્યમાં વધુ ૧૬ લોકોના કોરોનાને લીધા મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૩૦૨ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૨ લાખ ૩ હજાર ૫૦૯ થઈ ગઈ છે. તો મૃત્યુઆંક ૩૯૨૨ પર પહોંચી ગયો છે.  ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૩૩૭ કેસ નોંધાયા છે. સુરત શહેરમાં ૨૩૧, વડોદરા શહેરમાં ૧૪૦, રાજકોટ શહેરમાં ૮૭, પાટણમાં ૬૪, સુરત ગ્રામ્ય ૫૮, રાજકોટ ગ્રામ્ય ૫૧, બનાસકાંઠા, ૪૧, મહેસાણા ૪૦, વડોદરા ગ્રામ્ય ૪૦, ગાંધીનગર ૩૬, ગાંધીનગર શહેર ૩૪, પંચમહાલ ૨૯, આણંદ ૨૮, ખેડા ૨૮, જામનગર શહેર ૨૭, મહીસાગર ૨૬, અમદાવાદ ગ્રામ્યમાં ૨૪ કેસ નોંધાયા છે.  ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૧૨ લોકોના મૃત્યુ થયા છે. તો સુરત શહેરમાં ૩ અને વડોદરામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી કુલ ૩૯૨૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં આજની તારીખે એક્ટિવ કેસની સંખ્યા ૧૪૫૨૯ છે, જેમાં ૯૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી ૧ લાખ૮૫ હજાર ૫૮ દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૦ હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી રાજ્યમાં ૭૫ લાખ ૫૧ હજાર ૬૦૯ કોરોના ટેસ્ટ થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૦.૯૩ ટકા છે. તો ગુજરાતમાં ૫ લાખ ૫ હજાર ૬૪૮ લોકો ક્વોરેન્ટાઈન છે.

કુલ કેસ ૨,૦૩,૫૦૯, સ્વસ્થ થનારા દર્દીઓ ૧૩૦૨ : કુલ ૧.૮૫ લાખ લોકોએ કોરોનાને મ્હાત આપી : ૯૨ વેન્ટિલેટર પર

અમદાવાદમાં ૩૬૧, સુરત ૨૮૯, વડોદરા ૧૮૦, રાજકોટ ૧૨૮, ગાંધીનગર ૭૦, જામનગર ૪૫, જૂનાગઢ ૨૪ અને ભાવનગરમાં ૮ નવા કેસ નોંધાયા : સૌરાષ્ટ્રમાં ૨૭૬ કેસ
રાજયમાં કોરોનાએ નવો વિક્રમ સ્થાપી અને સીઝનના સૌથી વધુ કેસ આજે નોંધાયા છે. અનલોકમાં કોરોનાની બીજી લહેર જોવા મળી છે. સતત પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેમજ દિવસેને દિવસે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ૭પ.૫૧ લાખ ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે અને રીકવરી રેટ ૯૦.૯૩ ટકા પર પહોંચ્યો છે. ઉંચા રીકવરી રેટના દાવા વચ્ચે કોરોના બેફામ બન્યો છે અને રાજય સરકાર સબ સલામતના ગાણા ગાઇ રહી છે.
રાજયમાં વધુ એક વખત ૧૫૬૦ કેસ નોંધાયા છે. જયારે ૧૩૦૨ દર્દીઓ સ્વસ્થ થયા છે. કુલ કેસનો આંકડો ૨,૦૩,૫૦૯ પર પહોંચ્યો છે. જયારે ૧.૮પ લાખ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ ૧૬ દર્દીના મોત થયા છે અને ૯૨ દર્દીઓને વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. ૧૪૩૩૯ લોકોની તબિયત સ્ટેબલ છે.
સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા અને ૪ મહાનગરોમાં કોરોનાનો ફૂંફાડો યથાવત રહ્યો છે. જેમાં આજે વધુ ૨૭૬ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં ૮૭ કેસ નોંધાયા છે. ૯૨ દર્દીઓને ડિસ્ચાજર્ કરવામાં આવ્યા છે. ૬૬૯ દર્દીઓ સારવારમાં છે. કુલ કેસનો આંકડો ૧૦૫૩૩ પર પહોંચ્યો છે. રાજકોટ ગ્રામ્યમાં ૫૧, દર્દીઓ નોંધાયા છે. ૫૧ દર્દીઓને ડિસ્ચાજર્ કરવામાં આવ્યા છે.
રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ ૧૫૬૦ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સતત છઠ્ઠા દિવસે ૩૦૦ને આંકડો પાર કરી આજે ૩૬૧ કેસ નોંધાયા છે. સુરતમાં ૨૮૯, વડોદરા ૧૮૦, રાજકોટ ૧૨૮, ગાંધીનગર ૭૦, જામનગર ૪૫, જૂનાગઢ ૨૪, ભાવનગર ૮, પાટણ ૬૪, બનાસકાંઠા ૪૧, મહેસાણા ૪૦, પંચમહાલ ૨૯, આણંદ ૨૮, ખેડા ૨૮, મહિસાગર ૨૬, દાહોદ ૨૩, ભરૂચ ૨૧, કચ્છ ૨૧, અમરેલી ૨૦, મોરબી ૨૦, સાબરકાંઠા ૨૦, સુરેન્દ્રનગર ૧૭, નર્મદા ૧૦, ગીર સોમનાથ ૭, અરવલ્લી ૬, નવસારી ૬, છોટાઉદેપુર પ, દેવભૂમિ દ્વારકા પ, તાપી પ, બોટાદ ૧, પોરબંદર ૧ અને વલસાડમાં નવા ૧ કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૫૬૦ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

અમદાવાદ કોર્પોરેશન   ૩૩૭

સુરત કોર્પોરેશન        ૨૩૧

વડોદરા કોર્પોરેશન     ૧૪૦

રાજકોટ કોર્પોરેશન      ૮૭

પાટણ  ૬૪

સુરત   ૫૮

રાજકોટ ૫૧

બનાસકાંઠા     ૪૧

મહેસાણા        ૪૦

વડોદરા        ૪૦

ગાંધીનગર      ૩૬

ગાંધીનગર કોર્પોરેશન   ૩૪

પંચમહાલ      ૨૯

આણંદ  ૨૮

ખેડા    ૨૮

જામનગર કોર્પોરેશન    ૨૭

મહીસાગર      ૨૬

અમદાવાદ     ૨૪

દાહોદ  ૨૩

ભરુચ   ૨૧

કચ્છ   ૨૧

અમરેલી        ૨૦

મોરબી ૨૦

સાબરકાંઠા      ૨૦

જામનગર      ૧૮

સુરેન્દ્રનગર     ૧૭

જુનાગઢ        ૧૩

જુનાગઢ કોર્પોરેશન     ૧૧

નર્મદા  ૧૦

ભાવનગર કોર્પોરેશન   ૭

ગીર સોમનાથ  ૭

અરવલ્લી       ૬

નવસારી        ૬

છોટાઉદેપુર     ૫

દેવભૂમિ દ્વારકા  ૫

તાપી   ૫

ભાવનગર      ૧

બોટાદ  ૧

પોરબંદર       ૧

વલસાડ        ૧

કુલ         ૧૫૬૦

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here