ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનાં ૧૫૧૦ કેસ આવ્યા

0
21
Share
Share

અત્યાર સુધીમાં ૮૧,૦૨,૭૧૨ ટેસ્ટ કરવામાં આવ્યા તેમજ ૧,૯૬,૯૯૨ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા

અમદાવાદ, તા.૪

ભારતમાં એક બાજુથી સતત પાંચમાં દિવસે ૪૦૦૦૦થી ઓછા કેસ સામે આવ્યા છે તો સરકાર વેક્સીન લગાવવાનું પ્લાન પણ પ્લાનિંગ કરી રહી છે. મહામારીમાં મોત મામલે ભારતનો સમગ્ર વિશ્વમાં છઠ્ઠો નંબર છે. ભારતમાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૫૧૮૨ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે તો દિલ્હીમાં ૩૭૩૪ કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૧૫૧૦ નવા કેસ નોંધાતા હવે રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો પણ ૨૧૫૮૧૯ થયો છે.

૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ ૬૯,૩૨૪ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ ૮૧,૦૨,૭૧૨ થયો છે.

રાજ્યમાં ૧૫૧૦ નવા દર્દીઓ સામે ૧૬૨૭ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ ૧,૯૬,૯૯૨ એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે ૧૦૬૬.૫૨ ટેસ્ટ થાય છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૩૮,૫૪૭ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી ૫,૩૮,૩૯૨ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને ૧૫૫ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ ૧૪૭૭૮ એક્ટિવ કેસ છે. જેમાંથી ૯૨ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૧૪૬૮૬ની સ્થિતિ સ્ટેબલ છે.

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ ૧૮ મોત નીપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ ૧૩ મોત નીપજ્યાં છે. જ્યારે રાજકોટ કોર્પોરેશન અને વડોદરામાં ૧-૧ અને સુરત કોર્પોરેશનમાં ૨ તથા રાજકોટમાં ૧ મોત થયું છે. જેથી હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ ૪૦૪૯ થયો છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૫૧૦ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

અમદાવાદ કોર્પોરેશન   ૨૯૮

સુરત કોર્પોરેશન        ૨૧૨

વડોદરા કોર્પોરેશન     ૧૩૨

રાજકોટ કોર્પોરેશન      ૯૩

મહેસાણા        ૬૪

બનાસકાંઠા     ૪૬

ગાંધીનગર      ૪૬

વડોદરા        ૪૨

સુરત   ૩૭

પાટણ  ૩૬

જામનગર કોર્પોરેશન    ૩૫

ખેડા    ૩૨

પંચમહાલ      ૨૯

સાબરકાંઠા      ૨૯

ગાંધીનગર કોર્પોરેશન   ૨૭

અમદાવાદ     ૨૪

મોરબી ૨૨

ભરૂચ   ૨૧

ભાવનગર કોર્પોરેશન   ૨૦

અમરેલી        ૧૯

દાહોદ  ૧૯

સુરેન્દ્રનગર     ૧૯

કચ્છ   ૧૮

મહીસાગર      ૧૮

જામનગર      ૧૬

છોટા ઉદેપુર    ૧૫

જુનાગઢ        ૧૫

જુનાગઢ કોર્પોરેશન     ૧૩

અરવલ્લી       ૧૨

આણંદ  ૧૦

નર્મદા  ૯

ગીર સોમનાથ  ૮

દેવભૂમિ દ્વારકા  ૬

ભાવનગર      ૫

પોરબંદર       ૫

બોટાદ  ૪

નવસારી        ૩

તાપી   ૧

કુલ     ૧૫૧૦

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here