ગુજરાત નિદર્ેશાલયના કેડેટ્‌સે સૌથી મોટી સંરક્ષણ કવાયત – સી વિજીલના બીજા સંસ્કરણમાં ભાગ લીધો

0
28
Share
Share

અમદાવાદ,  ૧૩

સમગ્ર ભારતમાં ૧૨ અને ૧૩ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ દરિયાકાંઠાની સંરક્ષણ કવાયત – ’સી વિજીલ-૨૧’ના બીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત, દમણ અને દીવ નેવલ એરિયાના હેડક્વાટર્ર હેઠળ જામનગર ગ્રૂપના ગુજરાત નેવલ યુનિટ, પોરબંદરના ૩૦ કેડેટ્‌સે પોરબંદરની સમુદ્રી પોલીસ સાથે મળીને ’સી વિજીલ-૨૧’ કવાયતમાં ભાગ લીધો હતો. કેડેટ્‌સને સમુદ્રી પોલીસ દ્વારા આ કવાયતના મુખ્ય પરિબળો વિશે અને આ કવાયતમાં સમુદ્રી પોલીસની ભૂમિકા વિશે માહિતી આપવામાં આવી હતી. સલામતી સંબંધિત વિગતવાર માહિતી મેળવીને અને પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયાઓથી અવગત થયા પછી કેડેટ્‌સે શંકાસ્પદ સંપકરે અને પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવા માટે પોરબંદર બંદર ખાતે ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટમાં પેટ્રોલિંગ કર્યું હતું. કેડેટ્‌સે આ કવાયતમા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ગઈઈ નિદેશાલયે દરિયાકાંઠાના વિસ્તારોમાં સલામતી અને પેટ્રોલિંગ માટે કેડેટ્‌સની તાલીમનું આયોજન કરવા માટે સમુદ્રી પોલીસ સાથે જોડાણ કર્યું છે. આ તાલીમ વર્ષ દરમિયાન તેને આગળ વધારવામાં આવશે.આ કવાયતનું પ્રથમ સંસ્કરણ જાન્યુઆરી ૨૦૧૯માં યોજાયું હતું. આ કવાયતમાં દરિયાકાંઠાના ૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ માછીમાર અને દરિયાકાંઠાના સમુદાયો સહિત અન્ય સમુદ્રી હિતધારકો સાથે મળીને સમગ્ર ૭૫૧૬ કિમીનો દરિયાકાંઠાનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો. આ કવાયતનું સંકલન ભારતીય નૌસેના કરવામાં આવી રહ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here