ગુજરાત કોંગ્રેસનું ૧૦ દિવસનું મહાજનસંપર્ક અભિયાન કરાયું શરૂ

0
26
Share
Share

અમદાવાદ,તા.૧૮
સ્થાનિક સ્વરાજ ચૂંટણી મામલે આજથી દેશ માટે કોંગ્રેસ દ્વારા મહા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા, તાલુકા પંચાયત બેઠક અને વોર્ડ દિઠ કોંગ્રેસ જનસંપર્ક અભિયાન કરશે. રાજીવ સાતવ અને અમિત ચાવડા અમદાવાદ જિલ્લાના મટોડા (સ્ટ્ઠર્ંઙ્ઘટ્ઠ ફૈઙ્મઙ્મટ્ઠખ્તી) બેઠકથી અભિયાનનો પ્રારંભ કર્યો છે. જ્યારે મોડાસર, મૌરૈયા, અમદાવાદના સાબરમતી અને શાહિબાગ વોર્ડમાં સભાઓ કરવામાં આવશે. આ ઉપરાંત ઉપલેટા અને રાજકોટમાં પરેશ ધાનાણી, વડોદરામાં ભરતસિંહ સોલંકી, ટંકારા અને જામનગરમાં અર્જૂન મોઢવાડિયા, ચૌર્યાસી અને સુરતમાં તુષાર ચૌધરી, અમદાવાદના ઇસનપુર અને ખોખરામાં દિપક બાબરિયા, નરોડા અને વિરાટનગરમાં સી જે ચાવડા તેમજ કુબેરનગર અને સરદારનગરમાં જયરાજસિંહ પરમાર સભાઓ કરશે. મહા જનસંપર્ક અભિયાન અંતર્ગત સભાનું સંબોધન કરતા રાજીવ સાતવે મટોડા ગામને પોતાના હિંગોલી ગામ સાથે સરખાવ્યું હતું.
મંદિરમાં દર્શન કરી પોઝિટિવ એનર્જી મળી હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. ખેતી માટે પાણી મળે યુવાનોને રોજગાર મળે તેવી માંગ કરી છે. હજુ આ સમસ્યાઓનો અંત આવ્યો નથી. યુવાનોને ઉદ્યોગોમાં નોકરી મળી નથી આ સમસ્યાના ઉકેલ માટે આ સરકાર યોગ્ય કામ કેમ કરતી નથી. આ સરકાર ખેડૂત વિરોધી ત્રણ કાયદા પરત કેમ લેતી નથી. રાજીવ સાતવે વધુમાં જણાવ્યું હતું કે, આ કાયદાથી ખેત પેદાશો પાણીના પૈસે આપી દેવી પડશે. દિલ્હીમાં લાખો ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે જેનું સમર્થન અમે કરી રહ્યા છીએ. ખેડૂત આંદોલનને સમર્થન કરવા માટે આજથી જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સોનિયા ગાંધીએ ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. આ સરકાર દેવું માફ કરતી નથી અને આજે પણ માંગ છે કે, ખેડૂતોનું દેવું માફ કરવું જોઇએ. આજે ખેડૂતોને પાક વીમો મળતો નથી જેના માટે આ સંઘર્ષ ચાલુ છે.
ત્યારબાદ અમિત ચાવડાએ સભા સંબોધન કરતા કહ્યું કે, ગુજરાતમાં ખેડૂતો, યુવાનો અને સ્થાનિક સમસ્યાઓથી પિડાઈ રહેલા લોકો માટે જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેની શરૂઆત મટોડા ગામથી કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારીને સંસદમાંથી સસ્પેન્ડ કર્યા છતાં તેઓ રાતભર સંસદના પ્રાંગણમાં ખેડૂતો માટે લડતા રહ્યા છે. રાજ્યમાં અને દેશમાં ભાજપની સરકાર રાજ કરે છે. જો કે, તે લોકો માટે ચિંતા નથી કરતી. માત્ર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓની ચિંતા કરે છે. લોકોની ચિંતા કરતી સરકારની જરૂર છે. સરકાર એવી હોવી જોઇએ કે, તેના દ્વારા બનાવેલા કાયદાથી લાખો કરોડો લોકોની પેઢીઓ તરી જાય. કોંગ્રેસની સરકારે ગણોતિયાને જમીનના માલિક બનાવ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here