અમદાવાદ,તા.૩૦
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેન જશુ પટેલ પણ કોરોના સંક્રમિત બન્યા છે. તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. કોરોના મહામારીમાં લોકોને ઝડપથી દવા મળી રહે તેને લઈ જસુભાઈ પટેલે જહેમત કરી હતી. તેઓ મેડિકલ સ્ટોર સંચાલકો માટે હંમેશાથી લડત લડતા આવ્યા છે. જોકે તેઓ હવે કોરોના સંક્રમિત બન્યા છે.
અમદાવાદમાં કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિ છે. તેમ છતાં હજુ પણ ઘણા લોકો માસ્ક પહેરવામાં બેદરકાર રહે છે. ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું. કોર્પોરેશનની અને પોલીસની ટીમે ચેકિંગ કરીને માસ્ક નહીં પહેરનાર લોકો સામે દંડનીય કાર્યવાહી કરી. અને તેમના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા.