ગુજરાત અનલોક થતા જ રતનપોળમાં રોજની એક દુકાન થઇ રહી છે લોક

0
10
Share
Share

અમદાવાદ,તા.૨૯

અમદાવાદ-ગુજરાતની એક ઓળખ એવી રતનપોળને જાણે કે કોરોનાનું ગ્રહણ લાગી ગયું હોય તેમ રોજેરોજ એક-એક દુકાન બંધ થઈ રહી છે. અનલોકની શરૂઆત થઈ ત્યારથી જ રતનપોળમાં રોજની એક દુકાન બંધ થઈ રહી છે. ભાડેથી દુકાન રાખી ધંધો કરતા વેપારીઓની સ્થિતિ દયનીય બની જતાં તેમને દુકાન બંધ કરવી પડે છે. ત્રણ મહિનાથી કોઈ ધંધો નથી. લગ્નસરાની આખી સિઝન વીતિ ગઇ અને આગામી ઘણા દિવસો સુધી ગ્રાહકો આવવાના નથી તેને કારણે વેપારીઓની ધીરજ ખૂટી પડી છે. કોરોના મહામારીથી ભારત સહિત ઘણા દેશની ઈકોનોમી ડામાડોળ થઈ ગઈ છે. હજુ પણ બજારમાં જાણે કે ખરીદી શરુ નહીં થાય તેવી સ્થિતિ છે.

આ સ્થિતિમાં રતનપોળમાં ભાડાની દુકાનમાં ધંધો કરતાં વેપારીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. વેપારીઓની ફરિયાદ છે કે ત્રણ મહિના દુકાનો બંધ રહી પરંતુ તેનું ભાડું તો ચૂકવવું જ પડ્યું. કર્મચારીઓને પગાર પણ ચૂકવવો જ પડ્યો. ટેક્સ અને અન્ય ખર્ચ ચાલુ રહ્યા. આવકના નામે હજુ મીંડુ જ છે. દુકાન માલિકને ભાડામાં કોઈ રાહત કરી આપવા માટે કે દિવાળી સુધી ક્રેડિટ આપવાની રજૂઆત કરીએ તો તેઓ નકારી રહ્યા છે. તેમની પણ આવક આ ભાડું હોવાથી તેમને ક્રેડિટ રાખવાની કોઈ જગ્યા નથી. અનલોક શરૂ થયું અને બજારો ખુલ્યા ત્યારથી રતનપોળમાં રોજની એક દુકાન બંધ થઈ રહી છે.

આ મહિનામાં ૨૫થી વધુ દુકાનો રતનપોળમાં બંધ થઈ ગઈ છે. તેથી અન્ય વેપારીઓ પણ ચિંતામાં મૂકાયા છે. બીજી તરફ જે ભાડાની દુકાન ખાલી કરી વેપારીઓ જઈ રહ્યા છે કે દુકાનમાં નવા ભાડુઆત અત્યારે મળતા નથી જેને કારણે દુકાન માલિકો પણ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. રતનપોળના વેપારીઓ કહી રહ્યા છે કે લગ્નસરામાં જ્યારે આખા વર્ષનો ધંધો થઈ જતો હોય છે એ લગ્નસરો જ આ વખતે શરૂ થયો નહીં તેને કારણે વેપારીઓને મોટું નુકસાન થયું છે. ફેબ્રુઆરી-માર્ચમાં વેપારીઓએ લગ્નસરા માટે મોટો સ્ટોક કરી દીધો હતો. જે પણ દુકાનો લાંબો સમય બંધ રહેતા ઘણો માલ બગડી જવાથી વેપારીઓને નુકસાન થયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here