ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પ્રકાશ શાહ ચુટાયા

0
34
Share
Share

વેળાવદર તા.૨૩

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં નિરીક્ષકના તંત્રી પદે કાર્યરત પત્રકાર અને સાહિત્યકાર પ્રકાશ ન. શાહ વિજેતા થયા.આ અંગેની વિગત મુજબ ગુજરાતી સાહિત્ય પરિષદ ની ચૂંટણી દર ત્રણ વર્ષે થાય છે અને આવતા ત્રણ વર્ષ એટલે કે ૨૦૨૩ સુધી ની ચૂંટણી તાજેતરમાં યોજાઈ ગઈ જેમાં મુખ્ય ત્રણ હરીફો પૈકી શ્રી પ્રકાશ ન. શાહ ને ૫૬૨ મત મળ્યા હતા અને તેમના નજીકના હરીફ હર્ષદ ત્રિવેદી ને ૫૩૩ મળ્યા હતા એટલે કે પ્રકાશ શાહ ૨૯ મતથી વિજેતા બન્યાં હતાં.ત્રીજા ઉમેદવાર  હરિકૃષ્ણ પાઠક ૧૯૯ મત પ્રાપ્ત થયાં હતાં.  એક તબક્કે આ ચૂંટણી ખૂબ પ્રતિષ્ઠાભર્યો જંગ બની ગઈ હતી્‌. કારણ કે કેટલાંક લોકો પત્રકાર અને સાહિત્યકાર ને અલગ ગણીને પ્રકાશ શાહ ને પછાડવા મેદાનમાં હતાં. પરંતુ તેમાં તેમની યોજના કારગત નીવડી નહતી. આ ચૂંટણીમાં કુલ ૩૫૦૦ મતદારો છે પરંતુ તે પૈકીના ૧૩૨૯ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. મધ્યસ્થ સમિતિ ના કુલ ૪૦ સભ્યોની ચૂંટણી પણ યોજાય છે પરંતુ તેની મતગણતરી રવિવારે યોજવામાં આવશે આજે આ મતગણતરી પરિષદમાં કાર્યાલયમાં અમદાવાદ ખાતે યોજાઇ હતી. ચૂંટણી અધિકારી તરીકે પ્રવીણ ત્રિવેદી (આઇ.એ.એસ) જવાબદારી સંભાળી રહ્યા છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here