રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૮૪,૯૯૮ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં
અમદાવાદ, તા. ૧૧
સરકારે ઉત્તરાયણ નિમિત્તે ગાઈડલાઈન જાહેર કરી છે તો કોરોના મહામારીમાં ગુજરાતમાં કેસ પણ સતત ઘટતા જઈ રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૬૧૫ નવા કેસ નોંધાયા છે તો વધુ ૭૪૬ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી હવે રાજ્યમાં કોરોના મહામારીમાં કુલ ૨,૪૦,૫૧૭ દર્દીઓ સ્વસ્થ થતાં રાજ્યમાં રિકવરી રેટ પણ ૯૫.૨૩% થયો છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૮૪,૯૯૮ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી ૪,૮૪,૮૮૩ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને ૧૧૫ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. ૨૪ કલાકમાં વધુ ૭૪૬ દર્દીઓ રજા આપવામાં આવી છે. જેથી રાજ્યમાં કુલ ૨,૪૦,૫૧૭ વ્યક્તિઓ સંક્રમણને હરાવીને સ્વસ્થ થયાં છે.
રાજ્યમાં ઉપલબ્ધ ૫૫૦૦૦ પથારીઓ પૈકી ૯૦% પથારીઓ ખાલી છે. જે દર્શાવી રહ્યું છે કે સંક્રમણમાં ઘટાડો યથાવત્ છે. રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં ૧૨૮, સુરતમાં ૧૦૨, વડોદરામાં ૯૩ તેમજ રાજકોટમાં ૧૩ દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ ૭૬૯૫ એક્ટિવ કેસમાંથી ૬૦ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૭૬૩૫ સ્ટેબલ છે. રાજ્યમાં ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૨, સુરત કોર્પોરેશનમાં ૧ એમ કુલ ૩ મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ ૪૩૪૭એ પહોંચ્યો છે.
રાજ્યમાં કોરોનાના કેસો
ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. આજે ૬૧૫ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
અમદાવાદ કોર્પોરેશન ૧૨૬
સુરત કોર્પોરેશન ૧૦૨
વડોદરા કોર્પોરેશન ૯૩
રાજકોટ કોર્પોરેશન ૪૭
સુરત ૨૭
વડોદરા ૨૬
દાહોદ ૧૪
રાજકોટ ૧૩
મહેસાણા ૧૨
ગાંધીનગર કોર્પોરેશન ૧૧
જામનગર કોર્પોરેશન ૧૧
કચ્છ ૧૧
ખેડા ૧૦
આણંદ ૮
સાબરકાંઠા ૯
ગાંધીનગર ૮
નર્મદા ૮
બનાસકાંઠા ૭
ભાવનગર કોર્પોરેશન ૭
જુનાગઢ કોર્પોરેશન ૭
મહીસાગર ૭
પંચમહાલ ૭
ભરૂચ ૬
મોરબી ૬
જુનાગઢ ૪
દેવભૂમિ દ્વારકા ૩
ગીર સોમનાથ ૩
જામનગર ૩
નવસારી ૩
સુરેન્દ્રનગર ૩
વલસાડ ૩
અમદાવાદ ૨
અમરેલી ૨
અરવલ્લી ૧
ભાવનગર ૧
બોટાદ ૧
છોટા ઉદેપુર ૧
તાપી ૧
કુલ ૬૧૫