ગુજરાતમાં લવ જેહાદની પ્રવૃતિ રોકવા કાયદો લાવવા કરણી સેનાની માંગ

0
15
Share
Share

કલેકટરને આવેદન પાઠવી માંગ ઉઠાવતી સંસ્થા

રાજકોટ, તા.૧૨

રાજપૂત કરણી સેના સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદ અને હિન્દુ ધર્મના રક્ષણનું કાર્ય કરી રહ્યા છે ગુજરાતમાં તાજેતરમાં લેવ જેહાદના તેમજ ધર્માંતરણના કિસ્સાઓમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક દેશ વિરોધી અને અસામાજિક તત્વો સમાજની સંવાદિતતા જોખમાય તેવી જોખમી પ્રવૃતિઓ આચરી રહ્યા છે. હિન્દુ ધર્મની માસુમ બાળાઓને વિધર્મી લોકો ષડયંત્રના ભાગરૂપે લલચાવી ફોસલાવીને ભગાડી રહ્યા છે ત્યારે આ પ્રકારની પ્રવૃતિઓ પર અંકુશ મુકવા ઉત્તર પ્રદેશ અને મઘ્યપ્રદેશની તજર્ પર ગુજરાતમાં પણ લવ જેહાદ અને ધર્માંતરણના વિષયોને લઈને એક અસરકારક કાયદો તાત્કાલિક બનાવવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે. અમારી ઉપરોક્ત માંગણીની નોંધ લઈને ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે કાયદાકિય પ્રક્રિયા હાથ ધરે અન્યથા અમારે ગુજરાતમાં જન જન સુધી અમારી લાગણી પહોંચાડવા આંદોલનાત્મક પગલા લેવાની ફરજ પડશે. એવી લેખિત માંગણી મુખ્યમંત્રીને કલેકટર મારફતે આવેદન પાઠવીને કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here