ગુજરાતમાં નવી ફાયર સેફ્ટી પોલિસી આવશે

0
22
Share
Share

અમદાવાદ,તા.૨૫

અમદાવાદની શ્રેય હોસ્પિટલ સહિત હોસ્પિટલ અને મલ્ટીસ્ટોરી બિલ્ડિંગમાં આગની ઘટના બની રહી છે, ત્યારે હવે ગુજરાત સરકાર આગ લાગે ત્યારે કૂવો ખોદવાની સ્થિતિમાંથી બહાર આવીને નવી ફાયર સેફ્ટી પોલીસી બનાવી રહી છે, જેમાં જે તે ફાયર સેફ્ટીની ચકાસણી કરવા માટે ખાનગી કંપનીને જવાબદારી સોંપવામાં આવશે, આ ઉપરાંત ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ પણ ખાનગી એજન્સી જ આપે તેવી વ્યવસ્થા ગોઠવાશે. હાલ રાજ્યના દરેક શહેરમાં ફાયર સેફ્ટીની જવાબદારી જે-તે શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય છે.

કોર્પોરેશન કે અન્ય લોકલ સરકારી ખાતામાં પૂરતા માણસો નથી કે જે દરેક બિલ્ડિંગમાં જાતે જઈ ફાયર સેફ્ટીની તપાસ કરી શકે. તેવા હવે હવે સરકાર નવી પોલીસી થકી ખાનગી એન્જિનિયર અને એજન્સીને આ કામ સોંપશે અને તેઓ બિલ્ડિંગમાં જઈ ફાયર સેફ્ટીને સર્ટિફાઈ કરવાની કામગીરી કરશે. આ નવી નીતિ પ્રમાણે સ્થાનીક અધિકારીઓની સાથે રહી ફાયર સેફ્ટી એજન્સીઓએ જે-તે બિલ્ડિંગના ઈન્સ્ટોલેશન દરીમયાન ફાયર સેફ્ટીને કેવી રીતે નિયંત્રીત કરી શકાય તેની તપાસ કરવાનું,

ઈમારતોને પ્રમાણિત કરવાનું, સ્થાનિક ઓથોરીટીની દેખરેખ હેઠળ ખાનગી એજન્સીઓએ કામ કરવાનું રહેશે. રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ બિલ્ડિંગ પર રેન્ડમ તપાસ કરશે કે જેથી ખાતરી કરવામાં આવે કે તેઓ યોગ્ય રીતે પ્રમાણીત છે અને કોઈ ચેડા થયા નથી. આ નવી નીતિમાં એજન્સીઓ દ્વારા જે-તેમકાન માલિકોને પ્રમાણપત્ર આપવામાં આવશે કે તેમનું મકાન-બિલ્ડિંગ સલામત છે અને જો ન હોય તો દંડનીય કાર્યવાહીની દરખાસ્ત કરવામાં આવે તેવી સંભાવના છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here