ગુજરાતમાં ‘નમસ્તે ટ્રમ્પ’થી કોરોનાનું આગમન અને ‘નમસ્તે ભાઉ’થી કોરોના ઘર-ઘર પહોંચ્યો”

0
18
Share
Share

અમદાવાદ,તા.૯

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કોંગ્રેસની વર્ચ્યુઅલ આક્રોશ રેલી યોજી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસના જાણીતા નેતાઓ ભાગે લીધો હતો. અમિત ચાવડાએ આ દરમિયાન રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે દેશ અને રાજ્યમાં ભાજપની સરકારના કારણે લોકોને અન્યાય અને અત્યાચાર થયો છે. દેશના લોકો હાલ આક્રોશમાં છે. ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં સરકારની ખેડૂત વિરોધી નીતિ છે. પાક વીમો મેળવવા ખેડૂતોઓએ લાંબી લડત લડી પણ પરિણામ શૂન્ય રહ્યું.

જન આક્રોશ રેલીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ‘નમસ્તે ટ્રમ્પ’થી ગુજરાતમાં કોરોનાનું આગમન થયું હતું અને નમસ્તે ભાઉથી કોરોના ઘર-ઘર પહોંચ્યો. કોરોનામાં સરકાર પાસેથી આરોગ્ય સુવિધા મળવાની આશા નિષ્ફળ રહી છે. તથા મુસીબતના સમયમાં ભાજપના મળતિયાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે. ભાજપના મળતિયાઓએ મહામારીમા માસ્ક, ઇન્જેક્શન, વેન્ટિલેટર અને ખીચડી કૌભાંડો કર્યા છે. ભાજપના નેતાઓએ મહામારીના સમયમાં પણ કૌભાંડ કર્યું. આ દરમિયાન ચાવડાએ કહ્યું કે,

ખેડૂતો રસ્તા પર ઉતર્યા, કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો પણ સરકારને કોઈ અસર ના થઇ. બધા જ વર્ગના લોકોના અવાજને સરકાર સામે લાવવા માટે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ચાવડાએ વધુમાં કહ્યું કે, ભાજપ રૂપી કોરોનાને ગુજરાત જાકારો આપશે. ગુજરાતના ખેડૂત, વાલીઓ અને બેરોજગારોએ વેક્સીન શોધી લીધી છે. આગામી ચૂંટણીમાં એ વેક્સીન થકી ભાજપને જાકારો આપશે. પેટા ચૂંટણી કોણા પાપે આવી છે તે અંગે પ્રજા પ્રશ્ન પુછે. પેટા ચૂંટણીમાં પક્ષ પલ્ટુને જાકારો આપજો અને પ્રશ્ન પૂછજો કેમ પાર્ટી છોડી?

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here