ગુજરાતમાં જુલાઇ મહિનાથી મેઘરાજા જમાવટ કરશેઃ હવામાનવિદો

0
12
Share
Share

અમદાવાદ,તા.૨૫

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૃઆત થયા બાદ હજુ પણ મેઘરાજા મુશળધાર વરસે તે માટે અઠવાડિયાની રાહ જોવી પડશે. ગુજરાત પર એક અપર એર સાયકલોનિક સિસ્ટમ બની છે. પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના પ્રવકતાના જણાવ્યા મુજબ ચોમાસાની શરૃઆત થયા બાદ જે રંગત જામવી જોઇએ તે હજુ જામતી નથી. બે દિવસ સવારના વરસાદ વરસ્યા બાદ બંધ થઇ જાય છે. અને આજે તો મેઘરાજા વરસ્યા જ નથી.

હવામાન અભ્યાસુ જણાવે છે કે ગુજરાતમાં એક વરસાદની સિસ્ટમ બની છે. પરંતુ આ વરસાદ હાલ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસશે. દક્ષિણ ગુજરાતમાં તો હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં જુલાઇ મહિનાથી મેઘરાજા જમાવટ કરશે તેવુ હવામાનવિદો જણાવે છે. આ આગાહી વચ્ચે હાલ ભેજવાળા પવન ફુંકાતા હોવાથી શહેરમાં અસહય ગરમી ઉકળાટનું મૌજુ ફરી વળ્યુ છે. આજે સુરતનું અધિકતમ તાપમાન ૩૨.૮ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૭.૪ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા, હવાનું દબાણ ૧૦૦૩.૨ મિલીબાર દક્ષિણ-પૂર્વ દિશામાંથી કલાકના ૧૦ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here