ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા ૨૯૦૦૧ થઇ : મોતનો આંકડો વધીને ૧૭૩૬

0
20
Share
Share

અમદાવાદ, તા.૨૫

રાજ્યમાં કોરોનાનો ફુંફાડો નવા દર્દી ૫૭૭ : કુલ કેસ ૨૯૫૭૮

અમદાવાદમાં ૨૩૯, સુરત ૧૭૮, વડોદરા ૪૪, રાજકોટ ૧૪, જામનગર ૧૪, ભાવનગર ૫, જૂનાગઢ ૪, અમરેલી ૩, સુરેન્દ્રનગર ૨, બોટાદ અને મોરબીમાં ૧-૧ મળી ૨૯ જીલ્લામાં નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાને ડામવા ૪-૪ લોકડાઉન કર્યા બાદ અનલોક-૧ માં આપેલી છૂટછાટથી છેલ્લા ૧ પખવાડીયાથી કોરોનાનુ સંક્રમણ વધતા પોઝીટીવ કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે જેમાં મોટા શહેરોથી લઈ નાના ગામડા સુધી કોરોનાનો ચેપ પ્રસર્યો છે. નવા આવનારા કેસોમાં મોટાભાગની ટ્રાવેલ હીસ્ટ્રી અમદાવાદની બહાર આવી છે. પરંતુ સરકાર દ્વારા આ મામલે કોઈ પગલા નથી લેવાયા ત્યારે કોરોનાના કેસના ડબલીંગ થતા કોઈ નહીં રોકી શકે તેમ જાણકારો દ્વારા જાણવા મળ્યું છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૭૭ દર્દી મળી આવ્યા છે કુલ કેસની સંખ્યા ૨૯૫૭૮ પર પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ મોત સાથે કુલ મૃત્યુઆંક ૧૭૫૪ પર પહોચ્યો છે. જ્યારે આજે ૪૧૦ દર્દીઓ સાજા થતા કુલ ૨૧ હજાર દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. ૬૨૫૨ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે અને ૬૬ દર્દી ગંભીર હોવાથી વેન્ટીલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ ૩.૪૫ લાખ ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં કોરોના પર આરોગ્ય તંત્રએ મહંદઅંશે કાબુ મેળવ્યો છે. જેમાં સતત ૨ દિવસથી પોઝીટીવ દર્દીની સંખ્યા ઘટી રહી છે અને રિકવરી થયેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૯ દર્દી મળી આવ્યા છે. કુલ કેસ ૧૯૮૩૯ પર પહોંચ્યો છે. આજે ૧૨ દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક ૧૩૯૦ પર પહોંચ્યો છે જ્યારે ૧૫ હજાર દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. તેમજ સુરતમાં કોરોનાનુ સંક્રમણ વધી રહયુ છે ત્યારે રત્નકલાકારો સુપરસ્પ્રેડરો બનતા અટકાવવા સુરત મહાપાલિકા અને આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે અને સતત ૪ દિવસથી નવા દર્દીઓનો આંકડો ૧૦૦ ને પાર કર્યો છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૮ નવા દર્દી નોંધાયા છે. કુલ દર્દીઓની સંખ્યા ૪૨૫૬ પર પહોંચી છે.

સૌરાષ્ટ્રના ૧૦ જીલ્લામાં કોરોનાનુ સંક્રમણ વધી રહયુ છે જેમાં જામનગર અને રાજકોટ જીલ્લામાં કોરોનાએ કહેર વર્તાવ્યો હોય તેવુ સ્વરૂપ જોવા મળ્યું છે રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબીમાં નવા દર્દીઓ મળી આવ્યા છે.

રાજ્યના ૨૯ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૭૭ કેસ નોંધાયા છે જેમાં અમદાવાદમાં ૨૩૯, સુરતમાં ૧૭૮, વડોદરામાં ૪૪, જામનગરમાં ૧૪, રાજકોટમાં ૧૪, નર્મદામાં ૧૧, ગાંધીનગરમાં ૧૫, ભરૂચમાં ૯, વલસાડમાં ૮, આણંદમાં ૭, પંચમહાલમાં ૬, ખેડા ૬, કચ્છમાં ૫, નવસારીમાં ૫, જુનાગઢમાં ૪, મહેસાણામાં ૪, ગીરસોમનાથમાં ૪, અમરેલીમાં ૩, અરવલ્લીમાં ૨, સાબરકાંઠા ૨, પાટણમાં ૨, સુરેન્દ્રનગરમાં ૨, બોટાદ ૧, દાહોદ ૧ અને મોરબીમાં ૧ કેસ મળી આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય ટીમ આજે રાજ્યની મુલાકાતે

રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસની સંખ્યાને લઈ કેન્દ્રીય આરોગ્યના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ સહિતની ટીમ આજે મુલાકાતે આવી રહી છે જેમાં કોરોનાના રિકવરી અને મૃત્યુદર અંશે આરોગ્ય અધિકારીઓ તેમજ કોવિડની સારવાર આપી રહેલા તબીબો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ સાંજે સીએમ નિવાસ સ્થાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે બેઠક યોજાશે.

કચ્છમાં જજ અને બે જવાનનાં રીપોર્ટ પોઝીટીવ

કચ્છમાં કોરોનાનો પ્રકોપ યથાવત રહયો છે જેમાં તાજેતરમાં વડોદરાથી બદલી થઈને ગાંધીધામ અદાલતમાં ફરજ પર આવેલા ન્યાયધીશ, એક આર્મીમેન તેમજ બીએસએફના જવાન મળી છેલ્લા ૨૪ કલાકમાં વધુ ત્રણ કેસ નોંધાયા છે. ન્યાયધીશના સંપર્કમાં આવેલા અન્ય ત્રણ જજ, પોલીસ અધિકારી અને માર્ગ મકાન વિભાગના કર્મચારી સહિત ૧૧ લોકો સંપર્કમાં આવ્યા હોવાથી તમામને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. કુલ કેસનો આંકડો ૧૨૯ પર પહોચ્યો છે હાલ ૨૯ દર્દીઓ એકટીવ છે.

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ યથાવત રીતે જારી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૭૨ કેસો સપાટી પર આવ્યા છે. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૨૯૦૦૧ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૫ લોકોના મોત થયા છે. આની સાથે જ મોતનો આંકડો વધીને ૧૭૩૬ સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાની સામે જંગ જીતનાર લોકોની સંખ્યા ૨૧ હજારથી ઉપર પહોંચી ગઇ છે. ગુજરાતમાં પણ આંકડા ચિંતાજનક છે. ગુજરાતમાં છેલ્લા ૧૧ દિવસથી દરરોજ ૫૦૦થી વધારે કેસો સપાટી પર આવ્યા છે. આજના આંકડાની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વધુ ૨૧૫, સુરતમાં ૧૭૨, વડોદરામાં ૪૫ અને જામનગરમાં ૧૩ નવા કેસો સપાટી પર આવ્યા છે. અરવલ્લી અને ગાંધીનગરમાં વધુ સાત સાત કેસો સપાટી પર આવ્યા છે. રાજ્યમાં કોરોના અટકવાનુ નામ લેતો નથી. પહેલા દરરોજ ૩૦૦થી વધારે કેસ આવી રહ્યા હતા. હવે ૫૦૦થી વધારે કેસો આવી રહ્યા છે.  ગુજરાતમાં કેસોની સ્થિતીને કાબુમાં લેવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાહોવા છતાં સ્થિતી બેકાબુ છે. અમદાવાદ સહિત રાજ્યના રેડ ઝોનમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હાલત કફોડી બનેલી છે.કેસોમાં રેકોર્ડ વધારો જારી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધારે કેસો નોંધાયા છે તે પૈકી અમદાવાદમાં કેસોની સંખ્યા સૌથી વધારે છે. અમદાવાદમાં મોટા ભાગે રેડ ઝોનમાં વિસ્તાર આવી રહ્યા છે. અમદાવાદમાં કેસોની સંખ્યા ગુજરાતમાં નોંધાયેલા કુલ કેસો પૈકી અડધાથી વધારે નોંધાયેલા છે. જે ખતરનાક સ્થિતીનો સંકેત આપે છે. કેટલાક લોકો હજુ ગંભીર બનેલા છે. જેમને વેન્ટીલેટર પર રાખવામાં આવેલા છે.અનલોક થયા બાદ એક પછી એક કેસ સપાટી પર આવી રહ્યા છે. કોરોના વાયરસના કારણે ગુજરાતમાં સ્થિતી વધારે ખરાબ થઇ રહી છે.અમદાવાદમાં કેસોમાં વિસ્ફોટ જારી છે. સુરતમાં પણ હાલત કફડી બનેલી છે. ગુજરાતમાં સાવચેતીના તમામ પગલા છતાં હાલમાં દેશમાં જ્યાં સૌથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે તેમાં અમદાવાદ પણ સામેલ છે. અમદાવાદમાં હાલત હજુ ખરાબ થઇ રહી છે.   છેલ્લા ૧૧ દિવસથી ગુજરાતમાં દરરોજ ૫૦૦ થી વધારે કેસો સપાટી પર આવી રહ્યા છે. અમદાવાદમાં વધુ ૨૬ દર્દીના મોત થયા છે.ગુજરાતમાં પણ આત્મનિર્ભર ભારત હેઠળ હવે નવી નવી જાહેરાત કરવામાં આવી રહી છે. જે હેઠળ રાહતોનો વરસાદ થઇ રહ્યો છે. આજે વધુ રાહતો આપવામાં આવી હતી.સાબરકાઠામાં પણ હાલમાં કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.દેશમાં જે કેસો નોંધાયા છે તે પૈકી ૧૩ ટકા કેસ ગુજરાતમાં નોંધાયા છે. આવી જ રીતે દેશમાં જે મોત થયા છે તે પૈકી ૧૨ ટકા મોત ગુજરાતમાં થયા છે. ગુજરાતમાં દરરોજ સરેરાશ ૪૫૦થી વધારે કેસો સપાટી પર આવી રહ્યા છે.  ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસો વધારે નોંધાઇ રહ્યા છે. જેમાં અમદાવાદ સામેલ છે.  ગુજરાતમાં મોત અને કેસોની સંખ્યાની દ્રષ્ટિએ અમદાવાદમાં હાલત વધારે ખરાબ છે. કેસો અને મોતનો આંકડો અમદાવાદમાં સૌથી વધારે નોંધાઇ રહ્યો છે.  અમદાવાદમાં સ્થિતી વધારે ખરાબ છે. ગુજરાતમાં કોરોનાએ હાહકાર મચાવી દીધો છે. રાજ્યમાં રોજ ૪૦૦થીવધારે નવા કેસો ૨૪ કલાકમાં આવી રહ્યા છે. અમદાવાદમાં સ્થિતી સૌથી ખરાબ થયેલી છે. કોરોના વાયરસને લઇને સ્થિતી બેકાબુ બનેલી છે.

નવા ક્યાં કેટલા કેસો….

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ યથાવત રીતે જારી રહ્યો છે.  ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલા કેસો નોંધાયા છે તે નીચે મુજબ છે.

વિસ્તાર કેસ

અમદાવાદ     ૨૧૫

સુરત   ૧૭૨

વડોદરા        ૪૫

ૈજામનગર     ૧૩

ભરૂચ   ૧૦

રાજકોટ ૧૩

પંચમહાલ      ૦૯

સુરેન્દ્રનગર     ૦૯

નર્મદા  ૦૯

અરવલ્લી       ૦૭

ગાંધીનગર      ૦૭

નવસારી        ૦૬

કચ્છ   ૦૫

ગીર સોમનાથ  ૦૫

વલસાડ        ૦૫

મહેસાણા        ૦૫

ભાવનગર      ૦૫

જુનાગઢ        ૦૪

મહીસાગર      ૦૩

ખેડા    ૦૩

છોટા ઉદેપુર    ૦૩     બનાસકાઠા     ૦૧

સાબરકાઠા      ૦૧

બોટાદ  ૦૧

દાહોદ  ૦૧

કુલ     ૫૭૨

ગુજરાતમાં કેસ વૃદ્ધિ…

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ યથાવત રીતે જારી રહ્યો છે. ગુજરાતમાં હાલમાં કેસોમાં ઉલ્લેખનીય વધારો જારી રહ્યો છે. રોજ મોટી સંખ્યામાં કેસો નોંધાતા તંત્ર ચિંતાતુર છે. ૨૮મી મે બાદથી રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

તારીખ કેસની સંખ્યા

૨૮મી મે       ૩૬૭ (૨૪૭)

૨૯મી મે       ૩૭૨ (૨૫૩)

૩૦મી મે       ૪૧૨(૨૮૪)

૩૧મી મે       ૪૩૮(૨૯૯)

૧મી જુન       ૪૨૩(૩૧૪)

બીજી જુન      ૪૧૫ (૨૭૯)

ત્રીજી જુન       ૪૧૫ (૨૯૦)

ચોથી જુન      ૪૯૨ (૨૯૧)

પાંચમી જુન    ૫૧૦ (૩૨૪)

છઠ્ઠી  જુન       ૪૯૮ (૨૮૯)

સાતમી  જુન    ૪૮૦ (૩૧૮)

આઠમી  જુન    ૪૭૭ (૩૪૬)

નવમી  જુન    ૪૭૦ (૩૩૧)

૧૦મી  જુન     ૫૧૦ (૩૪૩)

૧૧મી  જુન     ૫૧૩(૩૩૦)

૧૨મી  જુન     ૪૯૫(૩૨૭)

૧૩મી  જુન     ૫૧૭ (૩૪૪)

૧૪મી  જુન     ૫૧૧(૩૩૪)

૧૫મી  જુન     ૫૧૪(૩૨૭)

૧૬મી  જુન     ૫૨૪(૩૩૨)

૧૭મી  જુન     ૫૨૦(૩૩૦)

૧૮મી  જુન     ૫૧૦ (૩૧૭)

૧૯મી  જુન     ૫૪૦ (૩૧૨)

૨૦મી  જુન     ૫૩૯ (૩૦૬)

૨૧મી  જુન     ૫૮૦ (૨૭૩)

૨૨મી  જુન     ૫૬૩(૩૧૪)

૨૩મી  જુન     ૫૪૯(૨૩૫)

૨૪મી  જુન     ૫૭૨(૨૧૫)

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here