ગુજરાતમાં ઓવૈસીની એન્ટ્રીઃ AIMIM એ જમાલપુરમાં પેનલ કબજે કરી

0
17
Share
Share

અમદાવાદ,તા.૨૩

ગુજરાતમાં ઓવૈસીની એઆઈએમઆઈએમ પાર્ટીની ‘એન્ટ્રી ’ થઈ છે. કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને એઆઈએમઆઈએમએ જમાલપુરમાં ૪ બેઠક જીતી આખી પેનલ કબજે કરી છે.

જ્યારે અમદાવાદમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન થયું છે અને ૧૬૧ બેઠકો પર કબ્જો કર્યો છે. જ્યારે કોગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માની હાર થઈ છે. પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના ઉમેદવાર દિનેશ શર્માની હાર થઈ છે.

જ્યારે કોંગ્રેસના કારમી હારને પગલે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે. વેજલપુર, મણિનગર, નારણપુરા, ભાઈપુરા, પાલડી, બાપુનગર, સરદારનગર, સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર, થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની આખી પેનલ જીતી છે. જ્યારે દાણીલીમડા અને દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે. કેજરીવાલની છછઁને અમદાવાદની જનતાએ એન્ટ્રી પણ થવા દીધી નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here