ગુજરાતના ૨.૫૦ લાખ છાત્રોના ઈડબલ્યુએસ સર્ટિફિકેટની માન્યતા ૨ વર્ષ વધારાઈ

0
6
Share
Share

ગાંધીનગર,તા.૩૦

કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષે ઈકોનોમિક વીકર સેકશન હેઠળ ૧૦ ટકા આર્થિક અનામત લાગુ કરાયા બાદ પ્રથમ વર્ષે રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ૨.૫૦ લાખ ઈડબલ્યુએસ સર્ટિફિકેટ વિદ્યાર્થીઓ-ઉમેદવારોને ઈસ્યુ થયા હતા. આ સર્ટિફિકેટની મુદ્દત ચાલુ વર્ષે નિયમ મુજબ પૂર્ણ થઈ રહી છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા માન્યતાની મુદ્દત એક વર્ષથી વધારીને ત્રણ વર્ષ માટે કરી દેવાઈ છે. જેથી હવે ત્રણ વર્ષ માટે તમામ સર્ટિફિકેટ માન્ય ગણાશે. સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે ઈકોનોમિક વીકર સેકશન (ઈડબલ્યુએસ) માટેના પ્રમાણપત્રો બાબતે કરવામા આવેલ ઠરાવ મુજબ ૨૫ જાન્યુઆરીથી ૨૦૧૯થી ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી સરકાર દ્વારા ઈસ્યુ કરાયેલ સર્ટિફિકેટ ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે. સરકારે ગત વર્ષે ૨૧ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ઠરાવ કરી ઈડબ્લુએસનો અમલ કર્યો હતો અને ત્યારબાદ વિદ્યાર્થીઓ-ઉમેદવારોને ઈડબલ્યુએસ સર્ટિફિકેટ ઈસ્યુ થઈ રહ્યા છે.

ગત વર્ષે પ્રથમવારના જ અમલ દરમિયા ન ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી રાજ્યમાં ૨.૫ લાખ જેટલા ઈડબલ્યુએસ સર્ટિફિકેટ ઈસ્યુ થયા હતા. ઈડબલ્યુએસ હેઠળ ૧૦ ટકા અનામતનો લાભ લેવા માટે અપાતા આ સર્ટિફિકેટની માન્યતા સરકારે ત્રણ વર્ષ કરવા ૧૩ સપ્ટેમ્બરે ઠરાવ કર્યો હતો પરંતુ તે પહેલાના તમામ સર્ટિફિકેટની મુદ્દત એક વર્ષની હતી.જેથી ૨૫-૧થી ૧૨-૯ સુધી ઈસ્યુ થયેલા ૨.૫ લાખ જેટલા પ્રમાણપત્રો પણ ત્રણ વર્ષ માટે માન્ય ગણવાની બાબત વિચારણા હેઠળ હતી. જે અંતર્ગત સરકારે ઠરાવ કરતા હવે આ સર્ટિફિકેટ પણ ઈસ્યુ થયેલી તારીખથી ત્રણ વર્ષ સુધી માન્ય રાખવા જાહેર કર્યુ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here