ગુગલે સચિનની પુત્રી સારાને શુભમન ગિલની પત્ની દર્શાવીે

0
16
Share
Share

લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે સચિનની પુત્રી સારા સ્ટાર બેટ્‌સમેન શુભમન ગિલને ડેટ કરી રહી છે

નવી દિલ્હી,તા.૧૭

કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર બેટ્‌સમેન શુભમન ગિલ હાલ યુએઇમાં થઇ રહેલા આઇપીએલમાં ચોગ્ગા અને છગ્ગાની વરસાદ કરી રહી છે. જેના કારણે તેમની ચર્ચા પણ ચારે બાજુ ચાલી રહી છે. જો કે ક્રિકેટ સિવાય હાલ તે પોતાના વ્યક્તિગત જીવનના કારણે પણ ચર્ચાનો વિષય બન્યો છે. ગત થોડા સમયથી તેવી ખબર આવી રહી છે કે કેકેઆરના યુવા સ્ટાર ભારતીય દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરની પુત્રી સારા તેડુંલકરને ડેટ કરી રહ્યા છે. જો કે આ વાતની કોઇ પુષ્ટી નથી થઇ પણ ગુગલે સારાને શુભમનની પત્ની બનાવી દીધી છે. શુભન ગિલના લગ્ન હજી સુધી નથી થયા. પણ જ્યારે તમે ગૂગલ પર તેમની પત્નીને વિષે સર્ચ કરવા જાવ છો તો સારા તેંડુલકરનું નામ આવે છે. જે વાતમાં ખરેખરમાં કોઇ સચ્ચાઇ નથી. જો કે આ ગૂગલની ઓટોમેટેડ સિસ્ટેમના કારણે થઇ રહ્યું છે. સારા અને શુભમન ગિલના અફેરની ચર્ચાઓ ખૂબ જ જોરશોરથી થઇ હતી. અને ગૂગલે હવે શુભમન ગિલની પત્નીના નામના સર્ચ કરવા પર સારાનું નામ નજરે પડે છે. આ વાત તમે પણ ગૂગલ પર તપાસી શકો છો. જો કે આવું પહેલીવાર નથી બન્યું. આ પહેલા પણ ગૂગલ આવા જ સર્ચના કારણે વિવાદમાં પડી ચૂક્યું છે. થોડા સમય પહેલા જ રાશિદ ખાનની પત્નીની જગ્યાએ ગૂગલ બોલિવૂડ એક્ટ્રસ અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માનું નામ બતાવી રહ્યો હતો. આવું એટલા માટે થયું હતું કારણ કે રાશિદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે અનુષ્કાને એક એક્ટ્રેસની રીતે ખૂબ પસંદ કરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here