ગીર સોમનાથ જીલ્લા ના નાના તથા સ્ટેજ કલાકારોની હાલત કફોડી

0
21
Share
Share

પાંચ મહીનાથી ધંધો બંધ થઇ જવાથી પરિવાર પર આવ્યુ સંકટ

સરકાર દ્વારા  દરેક ધંધાને છૂટછાટ આપી છે તેમા કલાકારોને રખાયા બાકાત.

રાહત પેકેજ અથવા કલાકારો માટે થોડી છૂટછાટ  અપાય તેવી માંગ કરાઇ..

ભરત ગંગદેવ .ગિરગઢડા તા ૯

વિશ્વમા કોરોનાના કહેરની ભારે અસર જોવા મળી છે જેમા કોઇપણ ક્ષેત્ર બાકી નથી ત્યારે તમામ ને ધંધા માટે સરકાર દ્રારા  છુટછાટ  અપાઇ છે  જેમા  ગુજરાતનુ  ઘરેણુ  એવા નાના કલાકારો માટે સરકારે કોઇપણ જાહેરાત  કરી નથી ત્યારે ગીર સોમનાથ જીલ્લા ના કલાકારો એ આથીઁક પેકેજ તથા સ્ટેજ કાયઁક્રમ ની છુટ અપાઇ તેવી માંગ કરાઇ છે  ..

જુઓ અમારો ખાસ અહેવાલ.

કોરોના મહામારી  એક વૈશ્વીક  બિમારી છે ત્યારે  હવે ચાર ચાર લોકડાઉન  બાદ ગુજરાત મા ધીમે ધીમે તમામ ધંધા રોજગાર , ટુરીઝમ  સ્થળો તેમજ અન્ય ને છુટછાટ આપવામા આવી રહી છે   જ્યારે વાત કરવામાં આવે તો  ગૂજરાત  એક કલાનો પ્રદેશ છે . કલાકારો નો પ્રદેશ છે .સાધુ સંતોની ભૂમી છે  અને વિશ્વ એ ફણ સ્વીકારેલ છે કે અહી કલાકારો એવા ખ્યાતનામ થયા છે કે જેના સ્મરણો આજે પણ નવી પેઢી કરી રહી છે.  કલાવૃંદને ખાસ કરીને ગુજરાત મા વધુ મહત્વ  આપવામાં  આવેલ છે.  કોરોનાની મહામારી  વચ્ચે હવેથી મોટાભાગના  ધંધા, રોજગાર , ટુરીઝમ સ્થળો તેમજ ધામીઁક વિખ્યાત જગ્યાઓ પર થી સરકાર દ્વારા  પ્રતિબંધ  હટાવવામા  આવેલ છે.  પરંતુ જે કલાકારો ગુજરાતનુ  ઘરેણુ છે  અને  જેણે આપણો સાસંકૃતીક વારસો જાળવી  રાખ્યો છે  તે કલાકારો માટે હજુ સુધી સરકારે કોઇ સ્પષ્ટતા કરી નથી .જેમા જે નાના કલાકારો જેવા કે તબલાવાદક,  બેન્જો વાદક, વાંસળી વાદક,  મંજીરા વાદક,  ઢોલ વાદક  સહીતના  કલાકારો ની હાલત ખૂબજ કફોડી બની છે  અને ઘણા ખરા કલાકારોના પરિવારો એ જીવન પણ ટુકાવ્યુ છે  . ત્યારે સરકાર આ કલાકારો ને કેમ ભૂલી છે તે પણ એક સવાલ છે  . મોટા નામચીન કલાકારો જે મસમોટી રકમ લે છે તેને કોઇ વાંધો નથી અને તે મોટા ભાગના સરકારની જાહેરાતોમાં પણ આવે છે અને કમાણી કરે છે  પરંતુ જે નાના કલાકારો છે જે લગ્નોત્સવ,  દાંડીયા રાસ, ધામીઁક કાયઁક્રમ  સહીત મા જતા હોય છે તેના તરફ પણ ધ્યાન આપવુ જોઇએ  તેવી એક માંગ ઉઠવા પામી છે

આવો જાણીએ કલાકારોના મુખે જ તેની વેદના ..

બાઇટ  :-  ૧   તેજશભાઇ વ્યાસ  ( બેન્જો વાદક  , વેરાવળ  )

સ્ટેજ કાયઁક્રમ  થાય છે તેમા પણ કલાકારો કાયમી ધોરણે પાંચ ફુટનું અંતર રાખીને જ કાયઁ ક્રમ  કરતા હોય છે  ત્યારે  કોરોના ફેલાવાનો કોઇ પ્રશ્ન  જ કલાકારો થી ઉભો થતો નથી માટે કલાકાર તેમજ તેમના પરિવારની ચિંતા પણ સરકારે કરવી જરુરી છે  .

બાઇટ :-   ૨  પ્રવિણભાઇ  બારોટ ( લોક ગાયક,  ગીર સોમનાથ)

કલાકારો ની જે સીઝન હતી તે તો જતી રહી છે અને  કલાકારો પાસે એટલી બચત ના હોય કે તે વધુ સમય પસાર કરી શકે અને હવે નવરાત્રિ  ની આશા હતી તેના પર પણ કોઇ સ્પષ્ટતા  નથી કરાઇ  . કલાકારો ની એવી પરિસ્થિતિ  નુ નિમાઁણ થયુ છે કે ઘરખચઁ  પણ નીકળતો નથી અને દેવાતળે ડુબતા જાય છે   . સરકાર દરેક બાબતો પર ધ્યાન આપતા હોય છે  તો શુ કલાકારની કોઇ કિંમત જ નથી .

બાઇટ :-  ૩  દિનેશ ચૂડાસમા ( લોક ગાયક,  ગીર સોમનાથ)

કલાકારો એ પોતાનુ હદયકંપાવી  દે તેવુ અને પોતાના અને પરિવારની શુ વેદના છે તેના પર સરકાર ગોરનિંદ્રા માથી જાગે તેવુ ગીત રજુ કયુઁ  છે  અને  સરકારને વિનંતી કરી રહ્યા છે  .

બાઇટ  ;-  ૪   કિતીઁબેન  અખીયા  ( લોક ગાયીકા,  ગીર સોમનાથ)

કલાકારો એ કોઇની સામે હાથ પણ લાંબો કરી શકતા . અને સરકાર દ્વારા  પણ કલાકારો માટે કોઇ પણ યોજના બનાવી નથી જેથી કરીને કલાકાર આથીઁક  સંકળામણને લીધે બચી શકે . માત્ર પોતાના રાજકીય મેળાવડાઓમા  જ કલાકારો નો ઉપયોગ કયોઁ છે તે નગ્ન વાસ્તવિકતા  છે તેવી વેદના પણ કલાકારો ઠાલવી રહ્યા છે  .

બાઇટ :-  ૫ રેખાબેન  ગોંડલીયા  ( લોક ગાયીકા,  ગીર સોમનાથ)

અવાર નવાર લેખીત મૌખીક  કલાકારો ની વિકટ પરિસ્થિતિ  ની રજુઆત  દરેક જગ્યાએ કરી છે  પરંતુ કલાકારો માટે કોઇપણ રાહત પેકેજ કે સહાય કે પછી છુટછાટ  હજુ સુધી સરકારે કોઇ સ્પષ્ટતા કરી નથી  . કલાકારો સરકારની તમામ ગાઇડલાઇન નુ પાલન કરવા પણ તૈયાર છે .

વાત કરવામાં આવે તો  કલાકારો  એ આપણુ ઘરેણું છે  અને  જેના થકી જ આપણી સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન થઇ રહ્યુ છે  અને  આજની પેઢી પણ આ સંસ્કૃતિને  જાણી રહી છે ત્યારે  કલાકારો ની આ વેદના  થી સરકાર શુ પગલા લેશે તેતો આવનારો સમય જ બતાવશે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here