પ્રભાસ પાટણ, તા.૧૩
ગઈકાલ તા.૧૨ સવારે આજ તા.૧૩ રાત્રીના ૮ વાગ્યા સુધી સમગ્ર દેશના દરીયાઈ વિસ્તારમાં દર બે વર્ષે સમુદ્ર તટ સંરક્ષક કવાયત અંતર્ગત સી-વીઝલ-૨૧ ભારતીય નૌ સેના મરીન પોલીસ, એલસીબી, એસ.ઓ.જી. સમુદ્રી તટોના પોલીસ સ્ટેશનો અને ઝેડ પ્લસ લોખંડી સુરક્ષા કવચ ધરાવતુ સોમનાથ મંદિર જે પણ સાગર કાંઠે જ આવેલ હોઈ સુરક્ષા એજન્સીઓ દ્વારા દર બે વર્ષે કરાતી કવાયત કાર્યરત પ્રથમ વર્ષ ૨૦૧૯ માં યોજાઈ હતી જેમાં ભારતના ૭૫૧૬ કી.મી.ના દરીયા કાંઠા વિસ્તારમાં ઈકોનોમીક ઝોન, ૧૩ રાજ્યો, કેન્દ્ર સાશીત પ્રદેશો તથા માછીમાર સમુદાયોને દરીયા કાંઠા હિત ધરાવતા લોકોને સામેલ કરી દરીયાઈ સરહદ સજ્જતા-સુરક્ષા-પડકારોનો અભ્યાસ સાથે ચકાસણી હાથ ધરાય તેવી કવાયત જોમ-જુસ્સા અને આવનારા પડકારોને પહોંચી વળવા સુરક્ષા તંત્રને વધુ મજબુત કરવામાં આવશે. કેન્દ્ર-રાજ્ય સરકારની સુરક્ષા એજન્સીઓના કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, નૌ સેના કસ્ટમ, એસઓજી, સોમનાથ મંદિર સુરક્ષા તટ વિસ્તારના પોલીસ સ્ટેશનો આ રાષ્ટ્રકાર્યમાં કવાયતથી સજ્જ થઈ રહ્યા છે.