ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહિલા મોરચાની બેઠક યોજાઈ

0
29
Share
Share

મુખ્યમંત્રીની મહિલા ઉત્કર્ષ યોજનાની માહિતી આપવામાં આવી

ગીરગઢડા, તા.૧૪

આજરોજ ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન બારડની અઘ્યક્ષતામાં પ્રદેશ ભાજપના શ્રીમતી જ્યોતીબેન વાછાણી તથા જિલ્લા પ્રભારી ગીતાબેન દિવાનની વિશેષ ઉપસ્થિતીમાં જિલ્લાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ પદાધિકારી બહેનો ઉપસ્થિત રહી મહિલાઓના આત્મનિર્ભર થવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અનેકવિધ યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે. મહિલાઓના ઉત્કર્ષ માટે બહેનોના જૂથોનો સંપર્ક કરી જિલ્લાભરમાં આ યોજનાઓનો મહતમ લાભ બહેનોને મળે તેમા ભાજપ મહિલા મોરચા સહાયરૂપ બને તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. જિલ્લા મહિલા મોરચા મહામંત્રી શ્રીમતી મંજુલાબેન સુયાણી દ્વારા પદાધિકારી બહેનોનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here