ગીર સોમનાથ જિલ્લામાં ધનવંતરી આરોગ્ય રથ દ્વારા ૨.૩૯ લાખ લોકોના આરોગ્યની તપાસણી કરાઈ

0
31
Share
Share

ગિરગઢડા તા ૨૩

ગીર સોમનાથ જિલ્લામાં કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર દ્રારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્રારા સધન કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરુપે જિલ્લામાં ૩૨ ધનવંતરી રથ સાથે ૧- મેડીકલ ઓફીસર, ૧- ફિમેલ હેલ્થ વર્કર, ૧- ફાર્માસીસ્ટ સહિતની ટીમ સાથે ૩૧૧૨ વિસ્તાર/ગામડાઓમાં ફરી ૨૩૯૪૮૨ લોકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. જેમા તાવના દર્દી–૮૪૮૨, કફ શરદીના દર્દી-૩૩૦૮૮, ડાયાબીટીસના ૭૦૯૯, હાઈ બ્લડપ્રેસરના ૮૩૮૨ અન્ય બિમારીના ૧૭૫૮૬૮ દર્દી-ને સારવાર આપવામા આવી હતી. ૧૨૧૪ દર્દી-ને રીફર કરવામાં આવ્યા હતા. ૧૮૯ દર્દી-ના મેલેરીયા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ૨૭૬૧ શંકાસ્પદ દર્દી-ના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે માંથી ૧૧૦ દર્દી-ના ટેસ્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. તેમ આરોગ્ય વિભાગ ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here