ગીર સોમનાથ જિલ્લાના ૮ ગામોને પાણી પુરુ પાડવા માટે રુા.૧૨૫.૦૩ લાખ મંજુર

0
10
Share
Share

ગિરગઢડા તા ૩૦

ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ

ગીર-સોમનાથ જિલ્લા કલેકટરઅજય પ્રકાશ ના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૦૮ ગામોને પાણી પુરુ પાડવા માટે રુા. ૧૨૫.૦૩ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી ઉના તાલુકાના વાસોજ, ગીરગઢડા તાલુકાના બોડીદર, તાલાળા તાલુકાના ગાભા, સુત્રાપાડા તાલુકાના સુત્રાપાડા બંદર, વેરાવળ તાલુકાના દેદા, બોળાસ, ડારી ગામને પાણી પુરુ પાડવામાં આવશે. તેમજ ૧૭૧૦ ઘરોમાં નળ કનેકશન આપવામાં આવશે. આ પ્રસંગે વાસ્મો યુનિટ મેનેજર વી.એન.મેવાડા, જિલ્લા કોડર્ીનેટર અલ્કા મકવાણા, માહિતી ખાતાના અનવરભાઇ સોઢા, ટેકનિકલ મેનેજર મુકેશભાઈ બલવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here